બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / These rules will change from December 1 know what is important to keep in mind

તમારા કામનું / ડિસેમ્બર શરૂ થતાં જ બદલાઈ જશે તમારા કામના આ 5 નિયમો, સીધી જ પૈસા પર પડશે અસર

Published By: Arohi

Last Updated: 06:06 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિસેમ્બર મહિનાથી ATMમાંથી પૈસા ઉપાડવાની રીત બદલાઈ શકે છે. આ સિવાય એલપીજી, પીએનજી અને સીએનજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે. જો પેન્શનરો 30 નવેમ્બર સુધીમાં લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરે તો 1 ડિસેમ્બરથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

  • બદલાઈ જશે ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમ 
  • પેન્શનરો 30 નવેમ્બર સુધી જમા કરે લાઈફ સર્ટિફિકેટ 
  • 1 ડિસેમ્બરથી બદલાઈ જશે આ નિયમો 

આવતીકાલથી ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે દર મહિને તેની સાથે કેટલાક નવા ફેરફારો આવે છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે કેટલાક ફેરફારો થવાના છે. આ ફેરફારોની અસર આપણા રોજિંદા જીવન પર પડશે. તેથી તેમના વિશે જાણવું જરૂરી છે.

આઈએ જાણીએ એક ડિસેમ્બરે કયા કયા મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે અને તેનાથી આપણા જીવન પર શું પ્રભાવ પડશે? 

LPG-CNG અને PNGની કિંમતોમાં પણ થઈ શકે છે ફેરફાર 
ગયા મહિનાની શરૂઆતમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં આશા છે કે આ વખતે 1 ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડર સસ્તું થઈ શકે છે. ઑક્ટોબર મહિનાના ડેટા રિટેલ ફુગાવામાં ઘટાડાના સંકેતો દર્શાવે છે. 

આ પછી આશા દર્શાવવામાં આવી રહી છે કે આ મહિનાના અંતમાં પેટ્રોલિયમ કંપનીઓ રાંધણ ગેસના ભાવમાં ફેરફારની જાહેરાત પણ કરી શકે છે. જોકે, આવું થશે કે નહીં તે 1 ડિસેમ્બરની સવાર સુધી જ સ્પષ્ટ થશે. આ સિવાય સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફારની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

ATMથી કેશ ઉપાડવાની રીતમાં ફેરફાર 
ડિસેમ્બર મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાની રીત પણ બદલાઈ શકે છે. હાલમાં એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, તેમાં ઘણી વખત છેતરપિંડી થવાની સંભાવના બને છે. 

મળતી માહિતી મુજબ પંજાબ નેશનલ બેંક ડિસેમ્બર મહિનામાં ATMમાંથી કેશ ઉપાડવાની પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બરથી એટીએમમાં ​​કાર્ડ નાખતા જ તમારા મોબાઈલ નંબર પર એક OTP જનરેટ થશે. એટીએમ સ્ક્રીન પર આપેલા કોલમમાં આ OTP દાખલ કર્યા પછી જ કેશ બહાર નિકળશે. 

ટ્રેનનું સમયપત્રક બદલાશે
ડિસેમ્બર મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં શિયાળમાં ઠંડી વધવા લાગે છે. શિયાળાની સાથે ધુમ્મસ વધવા લાગે છે. જેના કારણે ટ્રેનોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. પરિણામે રેલ્વેએ ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવો પડે છે. 

ધુમ્મસને જોતા રેલ્વે તેના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રેલ્વે ડિસેમ્બર મહિનામાં રેલ્વેના સમયપત્રકમાં સુધારો કરશે અને ટ્રેનો નવા ટાઈમ ટેબલ મુજબ ચલાવવામાં આવશે.

પેન્શનર્સ નહીં જમા કીર શકે લાઈફ સર્ટિફિકેટ 
પેન્શનર્સ માટે લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે. આવી સ્થિતિમાં જો તેઓએ આ મહિનાના અંત સુધીમાં તેમનું લાઈફ સર્ટિફિકેટ  સબમિટ કર્યું નથી તો તેમને 1 ડિસેમ્બરથી આમ કરવામાં અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. જો લાઈફ સર્ટિફિકેટ સમયસર સબમિટ નહીં થાય તો તેમનું પેન્શન પણ બંધ થઈ શકે છે.

બેંકોમાં 13 દિવસ નહીં થાય કામકાજ 
ડિસેમ્બર મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારનો સમાવેશ થાય છે. આ મહિનામાં ક્રિસમસ, વર્ષનો છેલ્લો દિવસ (31 ડિસેમ્બર) અને ગુરુ ગોવિંદ સિંહ જીની જન્મજયંતિને પણ આવે છે. આ પ્રસંગે બેંકોમાં રજા પણ રહેશે. ઘણા રાજ્યોમાં સ્થાનિક તહેવારોના આધારે રજાઓ પણ હોય છે. રજાના દિવસે બેંકો બંધ રહેશે. જો કે આ સમય દરમિયાન ગ્રાહકો ઓનલાઈન બેંકિંગ દ્વારા તેમનું કામ કરી શકશે.

  • ડિસેમ્બર 3: સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (પણજી) નો તહેવાર
  • ડિસેમ્બર 4: રવિવાર (તમામ સ્થળો)
  • 5 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (અમદાવાદ)માં મતદાનનો દિવસ
  • ડિસેમ્બર 10: બીજો શનિવાર (બધે)
  • ડિસેમ્બર 11: રવિવાર (તમામ સ્થળો)
  • ડિસેમ્બર 12: પા-તોગન નેંગમિન્જા સંગમા (શિલોંગ)
  • ડિસેમ્બર 18: રવિવાર (તમામ સ્થળો)
  • ડિસેમ્બર 19: ગોવા મુક્તિ દિવસ (પણજી)
  • ડિસેમ્બર 24: ચોથો શનિવાર (બધે)
  • ડિસેમ્બર 25: રવિવાર (તમામ સ્થળો)
  • ડિસેમ્બર 26: ક્રિસમસ સેલિબ્રેશન/લોસોંગ/નમસૂંગ (આઈઝવાલ, ગંગટોક, શિલોંગ)
  • 29 ડિસેમ્બર: ગુરુ ગોવિંદ સિંહ જીનો જન્મદિવસ (ચંદીગઢ)
  • 30 ડિસેમ્બર: યુ કિઆંગ નાંગબાહ (શિલોંગ)
  • 31 ડિસેમ્બર: નવા વર્ષની પૂર્વ સંધ્યા (આઈઝવાલ)

દંડની સાથે ભરી શકશો નાણાકીય વર્ષ 2021-22નું આવકવેરા  રિટર્ન 
જો તમે હજુ સુધી 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું નથી. તો તમે તેને દંડ સાથે 31 ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરી શકો છો. જો તમારી કુલ આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કુલ આવક રૂ. 5 લાખથી વધુ હોય તો દંડની રકમ વધીને રૂ. 5,000 થશે.

એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો 15 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે
2022-23 માટે એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે. જેમનો વાર્ષિક આવકવેરો 10,000 રૂપિયાથી વધુ છે. તેઓએ એડવાન્સ ટેક્સ જમા કરાવવો પડશે. જો 15 ડિસેમ્બર સુધીમાં તેઓ 75 ટકા ટેક્સ એડવાન્સ જમા નહીં કરાવે અથવા ઓછો ટેક્સ જમા કરાવે તો એક ટકા વ્યાજ વસૂલવામાં આવશે.

31 ડિસેમ્બર સુધી રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરી શકો છો
શક્ય છે કે તમે નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ભર્યું હોય અને તેમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય. આવી સ્થિતિમાં તમે 31 ડિસેમ્બર સુધીમાં રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકો છો. આ પછી ભૂલ સુધારી શકાશે નહીં. આ કારણે તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

1 december 31 December ડિસેમ્બર તમારા કામનું December 1

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ