બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / ભારે વરસાદની વચ્ચે સુરત પર આવી બીજી આફત, સુરત નજીક અડધી રાતે આવ્યા ભૂકંપના આંચકા

મોટા સમાચાર / ભારે વરસાદની વચ્ચે સુરત પર આવી બીજી આફત, સુરત નજીક અડધી રાતે આવ્યા ભૂકંપના આંચકા

Published By: Priykant Shrimali

Last Updated: 07:46 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Rain Earthquake : દક્ષિણ ગુજરાતમાં એક તરફ છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તો બીજી તરફ ભારે વરસાદ વચ્ચે સુરત નજીક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા ફેલાઈ છે.

Surat Rain Earthquake : દક્ષિણ ગુજરાતમાં એક તરફ છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તો બીજી તરફ ભારે વરસાદ વચ્ચે સુરત નજીક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. સુરતથી આશરે 42 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

આ તરફ, ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને વલસાડ, વાપી અને નવસારીમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી. વલસાડના ઉમરગામમાં તો રેકોર્ડબ્રેક વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર થઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

નવસારીમાં પણ અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલીક સોસાયટીઓ અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : બીજા દિવસે પણ નવસારીમાં મેઘતાંડવ: પૂર્ણા-અંબિકા-કાવેરી નદીઓ ભયજનક સપાટી નજીક/ઉપર, બીલીમોરા-કાછીયાવાડી બેટમાં ફેરવાયા; 6 NDRF ટીમ તૈનાત

આવી સ્થિતિ વચ્ચે સુરત નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાતા લોકોમાં કુદરતી આફતોને લઈને ચિંતા વધી છે. જોકે, હાલની માહિતી પ્રમાણે ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. ભારે વરસાદ અને ભૂકંપના આંચકાની બેવડી સ્થિતિ વચ્ચે તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

south Gujarat rain Surat earthquake Surat Rain

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ