બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / these people do not eat tamatar or tomato suffering with these diseases

તમારા કામનું / આ લોકોએ તો ભૂલથી પણ ન ખાવા જોઈએ ટામેટા, જાણી લેશો નુકસાન તો ખાવાનું જ બંધ કરી દેશો

Kavan

Last Updated: 06:12 PM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટામેટાંનો ઉપયોગ મોટાભાગના ભોજનમાં કરવામાં આવે છે પરંતુ વધુ પ્રમાણમાં ટામેટાનું સેવન તમને બિમાર કરી શકે છે.

  • ટમેટાનો વધુ પડતો ઉપયોગ કરવો બની શકે છે ખતરનાક
  • થઈ શકે છે સાંધાનો દુખાવો
  • ઇમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર

ટામેટાનો ઉપયોગ મોટાભાગના લોકો સલાડ, સૂપ અને શાકભાજીમાં કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ અને એન્ટી-ઈન્ફ્લામેન્ટ્રી, એન્ટી-કેન્સર ગુણ તમને બીમારીઓથી બચાવે છે. પરંતુ વધુ પ્રમાણમાં ટામેટા ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. 

સાંધાનો દુખાવો 

જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે, એવા લોકોને ટમેટાનું વધુ પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

Eating too many Tomatoes side effect you must know

એલર્જીની સમસ્યા 

જે લોકોને એલર્જીની સમસ્યા છે, તેવા લોકોએ ટમેટાનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. ઘણી વખત વધુ પ્રમાણમાં ટમેટાનું સેવન કરવાથી સ્કીન એલર્જી, ચહેરા પર સોજો વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. 

ગેસ્ટ્રિક એસિડની સમસ્યા 

ટામેટામાં અમ્લનું પ્રમાણ વધારે હોય છે. વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી ગેસ્ટ્રિક એસિડ વધે છે. જેનાથી છાતીમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. 

કિડની રોગ 

કિડનીના રોગના દર્દીઓને પણ ટામેટાનું સેવન વધારે ન કરવું જોઈએ. કિડની સાથે જોડાયેલી સમસ્યાઓમાં પોટેશિયમનું વધુ સેવન નુકસાનકારક હોય છે. ટામેટામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત તેમાં ઓક્સાલેટ નામનું એન્ટીઓક્સીડેન્ટ પણ વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી કિડની સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. 

લાઈકોપેનાડર્મિયા

ટામેટામાં લાઈકોપીનનું પ્રમાણ વધારે છે. લાઈકોપીનનું વધારે પ્રમાણ હોવાના કારણે સ્કિન પર સફેદ રંગના ચાઠા પડવા લાગે છે. તેમાં લાઈકોપેનોડર્મિયાની સમસ્યા થઈ શકે છે. 

એસિડીટી કરી શકે છે

ટામેટાની પ્રકૃતિ અમ્લીય હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. એના વધારે સેવનથી એસિડીટી થાય છે અને એનાથી છાતીમાં બળતરા થવાની ફરિયાદ થવા લાગે છે. 

ઇમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર

ટામેટામાં કેટલાક એવા કેરોટેનૉયડ્સ હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરે છે. કાચા ટામેટા ખૂબ વધારે ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. પથરીના રોગીઓને પણ ડૉક્ટર ટામેટા ખાવાની ના પાડે છે. 

પેટમાં દુખાવો અને ગેસ 

ટામેટા વધારે ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઇ જાય છે, એનાથી છુટકારો મેળવવા માટે લોકોને બાદમાં દવાઓ પર પૈસા નાંખવા પડે છે. 

પથરી થવાનું જોખમ

ટામેટાના બીજ સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. જો તમે ટામેટા સલાડમાં ખાઇ રહ્યા છો તો પ્રયત્ન કરો કે ઓછામાં ઓછા બીજ તમારા શરીરમાં જાય. સરળતાથી આ બીજ સરળતાથી પચતા નથી અને કિડનીમાં પથરીનું કારણ બને છે. 

શરીરથી દુર્ગંધ આવે છે

ટામેટાનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાંથી દુર્ગંધ આવી શકે છે. ટામેટામાં ટરપીન્સ નામનું એક તત્વ મળી આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Tomato diseases health tips ટામેટાં Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ