બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / These 4 Indian pranksters were selected as astronauts

Gaganyaan Mission / આ 4 ભારતીય જાંબાઝોની અંતરિક્ષયાત્રી તરીકે કરાઇ પસંદગી, સર્જવા જઇ રહ્યાં છે નવો ઇતિહાસ

Priyakant

Last Updated: 11:20 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gaganyaan Mission Latest News: PM મોદી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની ત્રણ નવી સુવિધાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે, આ સાથે PM મોદી ગગનયાન કાર્યક્રમના અવકાશયાત્રીઓના નામની પણ કરી શકે છે જાહેરાત

Gaganyaan Mission : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરી એટલે કે આજથી કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 27 ફેબ્રુઆરીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. ISROના બહુપ્રતીક્ષિત અવકાશ મિશન ગગનયાન માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરશે. PM મોદી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની ત્રણ નવી સુવિધાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, PM મોદી ગગનયાન કાર્યક્રમના અવકાશયાત્રીઓના નામની પણ જાહેરાત કરશે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર PM મોદી મંગળવારે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. PM મોદી અહીં આશરે રૂ. 1,800 કરોડના મૂલ્યના ત્રણ મહત્વપૂર્ણ અંતરિક્ષ માળખાગત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે ભારતના માનવ અવકાશ ઉડાન મિશન 'ગગનયાન'ની પ્રગતિની સમીક્ષા કરશે. એક ખાનગી મીડિયા અનુસાર ભારતે અવકાશમાં મોકલવા માટે 4 અવકાશયાત્રીઓના નામ નક્કી કર્યા છે. જેમના નામ છે પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને ચૌહાણ.

આ 4 અવકાશયાત્રીઓ શા માટે ખાસ છે?
ઘણા લોકોએ અવકાશયાત્રી બનવા માટે અરજી કરી હતી. જેમાં સપ્ટેમ્બર 2019માં 12 લોકોએ પ્રથમ સ્તર પાર કર્યું હતું. આ તમામની પસંદગી ભારતીય વાયુસેના હેઠળની ઈન્સ્ટીટ્યુટ ઓફ એરોસ્પેસ મેડીસીનમાં કરવામાં આવી હતી. પસંદગીના અનેક તબક્કા બાદ આ ચાર લોકોના નામ ISRO અને IAM દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. જેમને 2020ની શરૂઆતમાં ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવ્યા હતા. કોરોના મહામારીના કારણે આ ચારેયને ટ્રેનિંગ લેવામાં વિલંબ થયો હતો. તેની તાલીમ 2021માં પૂર્ણ થઈ હતી.

વધુ વાંચો: ચંદ્રયાન બાદ હવે ભારતીયને ચંદ્ર પર કરાશે લેન્ડિંગ, જાણો ક્યાં સુધીમાં, ISRO ચીફે આપ્યું નિવેદન

ISRO પણ આપી રહ્યું છે તાલીમ
આ મિશન માટે ISRO 4 અવકાશયાત્રીઓને તાલીમ આપી રહ્યું છે. બેંગલુરુમાં અવકાશયાત્રી તાલીમ સુવિધામાં વર્ગખંડની તાલીમ, શારીરિક તંદુરસ્તી તાલીમ અને તેને અનુરૂપ તાલીમ આપવામાં આવી રહી છે. સૌપ્રથમ, તમામ સિસ્ટમ્સ સલામત અને વિશ્વસનીય છે તેની ખાતરી કરવા માટે માનવરહિત મિશન હાથ ધરવામાં આવશે. તે પછી જ ફ્લાઇટ વાસ્તવિક અવકાશયાત્રીઓ સાથે કરવામાં આવશે. મિશન ગગનયાન LVM-3 રોકેટના પુનઃરૂપરેખાંકિત સંસ્કરણમાં જશે. LVM3 લોન્ચ વ્હીકલ એ ભારતનું સૌથી શક્તિશાળી રોકેટ છે. આ ત્રણ તબક્કાનું રોકેટ છે. આ રોકેટ 400 કિલોમીટર ઉપર એક રક્ષણાત્મક ઓર્બિટલ મોડ્યુલ લઈ જશે. LVM-3 ખાસ કરીને માણસોને લઈ જવા માટે બનાવવામાં આવ્યું છે. આ સંસ્કરણને HLVM3 નામ આપવામાં આવ્યું છે. આ રોકેટ ક્રાયોજેનિક એન્જિનથી ઉડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ