બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / After Chandrayaan, now the Indian will be landed on the moon

કવાયત / ચંદ્રયાન બાદ હવે ભારતીયને ચંદ્ર પર કરાશે લેન્ડિંગ, જાણો ક્યાં સુધીમાં, ISRO ચીફે આપ્યું નિવેદન

Priyakant

Last Updated: 10:05 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISRO Latest News: ISROના ચીફ એસ સોમનાથે કહ્યું, અમારે અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માટે તૈયાર કરવાનો છે ટેક્નોલોજી સાયન્સ મેપ

ISRO News : ISRO ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી ચૂક્યું છે. આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હવે સ્પેસ એજન્સ મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહી છે. વાત જાણે એમ છે કે, ISROના ચીફ એસ સોમનાથે આવા સંકેત આપ્યા છે.  સોમનાથે આ કાર્ય માટે 2040નો ઉલ્લેખ કર્યો છે. સોમવારે તેમણે ચંદ્ર પર મનુષ્યને મોકલવાની પ્રક્રિયામાં આવી રહેલા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમનાથે કહ્યું કે, અમારે અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માટે ટેક્નોલોજી સાયન્સ મેપ તૈયાર કરવાનો છે. જ્યારે આપણે ગગનયાન મિશન દ્વારા જે પ્રયોગો કરવા માંગીએ છીએ તેના વિશે વિચારીએ છીએ….ઓછામાં ઓછા પાંચ લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે….તે મારા માટે બહુ રોમાંચક પ્રયોગ નથી. આ મિશનની સાથે આપણે ચંદ્ર મિશન માટેની ક્ષમતાઓ પણ વધારવી પડશે.

આ ઓછી કિંમતનું કામ નથી: સોમનાથ
આ સાથે તેમણે કહ્યું કે, આપણે ચંદ્ર સુધી પણ પહોંચવું જોઈએ. તેમણે કહ્યું કે, આખરે અમે ઈચ્છીએ છીએ કે વર્ષ 2040 સુધીમાં કોઈ ભારતીય વ્યક્તિ ચંદ્રની સપાટી પર ઉતરે. જોકે તેમણે સ્પષ્ટતા કરી ક, ચંદ્ર પરનું આ મિશન અચાનક નહીં થાય અને તેને પૂર્ણ કરવા માટે તેને ઘણા પ્રેક્ટિસ મિશનમાંથી પસાર થવું પડશે. તેમણે કહ્યું, 'આ ઓછી કિંમતનું કામ નથી. મનુષ્યને ચંદ્ર પર મોકલવા માટે... આપણે પ્રક્ષેપણ ક્ષમતાઓ, લેબ્સ અને સિમ્યુલેશન સિસ્ટમ્સ વિકસાવવી પડશે. આ બધું એક સાથે તૈયાર નથી. આ ઘણી વખત કરવું પડશે. આ પછી જ ભારતમાંથી ચંદ્ર પર માનવ મિશન શક્ય બનશે.

વધુ વાંચો: કઇ રીતે યોજાય છે રાજ્યસભા ચૂંટણી? કંઇક આવી છે તેની પાછળ રહેલી ફોર્મ્યુલા, જાણો ગણિત

આ દરમિયાન તેમણે ચંદ્ર પર માનવ મોકલવા માટે વિશ્વના અન્ય દેશોમાં ચાલી રહેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અન્ય ઘણા દેશો પણ ચંદ્ર પર જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે. અમેરિકા, ચીન અને અન્ય દેશોમાં ફરી રસ વધ્યો છે. તેમણે કહ્યું, આપણા માટે સ્પેસ સ્ટેશન (ભારતીય સ્પેસ સ્ટેશન) હોવું જરૂરી છે..." અમારી પાસે 2028 સુધીમાં ભ્રમણકક્ષામાં પ્રથમ મોડ્યુલ છે અને સંપૂર્ણ મોડ્યુલ 2035 સુધીમાં પૂર્ણ થવું જોઈએ, જેનો અર્થ છે કે માનવીઓ માટે લાંબા સમય સુધી ત્યાં રહેવાની ક્ષમતા. તેઓએ વિવિધ ગ્રહો પરના મિશન અંગે પણ ચર્ચા કરી અને કહ્યું કે, જ્યારે આપણે શુક્ર, તેના વાતાવરણ, સપાટીની ટોપોગ્રાફી, ધૂળ, જ્વાળામુખી, મોટા વાદળો અને વીજળીને જોઈએ છીએ ત્યારે મને લાગે છે કે, તે અન્વેષણ કરવા યોગ્ય છે. મંગળ પર ઉતરાણ માટે પણ આવી જ શક્યતાઓ છે...' તેમણે માહિતી આપી છે કે, ISRO ચંદ્રની સપાટી પરથી સેમ્પલ લાવવાની પણ ચર્ચા કરી રહ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ