બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / These 2 AAP MLAs refuted the talk of joining the BJP, 'My family and I are being treated'

આરોપ / મારી અને મારા પરિવારની રેકી થઈ રહી છે' ભાજપમાં જોડાવાની વાતને AAPના આ 2 ધારાસભ્યોએ આપ્યો રદિયો

Vishal Khamar

Last Updated: 06:08 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ એક કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. આવતીકાલે વધુ ધારાસભ્યએ ભાજપમાં જોડાવાની વાત વહેતી થતા આ બાબતે બોટાદનાં ધારાસભ્યે આ વાતને અફવા ગણાવી હતી.

  • AAP MLA ઉમેશ મકવાણાનો ખુલાસો
  • ભાજપમાં જોડાવાની વાતને પાયાવિહોણી ગણાવી
  • વિપક્ષમાં રહીને પણ કામ કરી શકાય- ઉમેશ મકવાણા
  • બોટાદમાં 800 કરોડના કામ કરી રહ્યા છે

 ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ એકાએક રાજીનામું આપી દેતા આપમાં સોંપો પડી જવા પામ્યો હતો. ત્યાં જ આજે ખંભાતનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું હતું. હજુ એક આપનાં ધારાસભ્ય ભાજપમાં જોડાવાની વાત વહેતી થતા આ બાબતે ઉમેશ મકવાણાને પૂછતા આ વાતને અફવા ગણાવી હતી.

ઉમેશ મકવાણા (ધારાસભ્ય, બોટાદ)

 ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા છેઃ ઉમેશ મકવાણા
બોટાદના AAPના ધારાસભ્ય  ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ધારાસભ્ય ઉમેશ યાદવ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. ત્યારે આ બાબતે ઉમેશ મકવાણાએ નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપમાં જોડાવાની વાતને વખોડી કાઢી છે. AAPના ધારાસભ્યો હેમંત ખાવા, સુધીર વાઘાણી સહિતના ધારાસભ્યો AAPના સંપર્કમાં છે..ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા છે.. હું અને મારા ધારાસભ્ય ભાજપમાં જવાના નથી. ભાજપ વિપક્ષના સભ્યોને દબાવવાની કોશીશ કરી રહી છે. તેમજ તેમણે જણાવ્યું કે કામ કરવા માટે સત્તા પક્ષમાં જઇને જ કામ કરી શકાય તેવું જરુરી નથી વિપક્ષમાં રહીને પણ કામ કરી શકાય છે.. અમે વિપક્ષમાં રહીને પણ બોટાદમાં 800 કરોડના વિકાસના કામ થઇ રહ્યા છે. તો આ તરફ પર ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ખેડૂતોને કડકડતી ઠંડીમાં પણ દિવસે વીજળી નથી મળી રહી. ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ નથી મળી રહ્યા.

હેમંત ખવા (ધારાસભ્ય, જામજોધપુર)

બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યએ ભાજપમાં જોડાવાની વાતનો રદિયો આપ્યો
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મૌસમ ખીલી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યો પણ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યએ રદિયો આપ્યો છે. આપના બંને ધારાસભ્યોએ દાવો કર્યો કે ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે. અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને રહીશું..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ