ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / There is no threat to Gujarat from shaheen cyclone: Meteorological Department
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદને પગલે હવામાન વિભાગની પત્રકાર પરિષદ
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરની સાથે સાથે હવે શાહીન વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં મનોરમા મોહંતિએ રાહતનાં સમાચાર આપતા કહ્યું છે કે શાહીન વાવાઝોડાની ગુજરાતને કોઈ ખતરો નથી.
ADVERTISEMENT
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી
મનોરમા મોહંતિએ કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં રહેલ વાવાઝોડું હવે કચ્છ તરફ જોવા મળી રહ્યું છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજ સાંજથી પવનની ગતિમાં વધારો થશે અને આવતીકાલે કોસ્ટલ વિસ્તારો એટલે કે દરિયા કિનારાઓ પર પવનની ગતિમાં વધારો થતો જોવા મળે તેવી શક્યતા છે.
સૌથી મોટા રાહતનાં સમાચાર
હવામાન વિભાગ અનુસાર આવતીકાલે સૌથી વધારે પવનની ગતિ 70થી 80 કિમી પ્રતિ કલાક સુધીની રહેશે જેના પગલે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ સુધી પવનની ગતિમાં વધારો જોવા મળશે ત્યારે હવામાન વિભાગે સૌથી મોટા સમાચાર આપ્યા છે કે વાવાઝોડાને લઈને ગુજરાતને કોઈ ખતરો નથી.
ADVERTISEMENT
અમદાવાદમાં હળવા વરસાદની શકયતા
વાવાઝોડાને પગલે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT