બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:15 PM, 9 August 2023
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં ચોખાનું ખૂબ જ મહત્વ છે અને હિન્દુ માન્યતા તો એવી છે કે ચોખા જ પ્રકૃતિમાં સૌપ્રથમ ઉગાડવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકોએ તેને ભગવાનના ચરણોમાં ધર્યા હતા અને ત્યારથી આજ સુધી અક્ષત અથવા ચોખાનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે. ક્યારેય ક્ષય ન થાય તેને અક્ષત કહેવામાં આવે છે. જે મજબૂત છાલની અંદર હોવાથી તેને પક્ષી કે પ્રાણીઓ પણ નુકસાન પહોંચાડી શકતા નથી જેથી તે ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને ખાસ પૂજા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં માન્યતા એવી પણ છે કે ભૂતકાળમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા પાપોને નાશ કરવા માટે કોઈપણ દેવી-દેવતાઓની પૂજામાં ચોખા અર્પણ કરી શકાય છે.
ADVERTISEMENT

આ ઉપરાંત ખૂબ જ કઠોર પરિશ્રમ કરવા છતાં પણ ઘરમાં હંમેશા ખાવાના ફાંફા પડતા હોય તો ઘરમાં ચોખાના ઢગલા પર અન્નપૂર્ણા માતાજીનો ફોટો રાખી પૂજા કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે.
અનેક પ્રયત્નો કરવા છતાં પણ તમારા વ્યાપારમાં માંગી સફળતા ન મળતી હોય તો સફળ કારકિર્દી માટે અને વ્યવસાયની સફળતા માટે કાગડો અને અન્ય પક્ષીઓને ચોખા ખવડાવવા જોઈએ.
ભગવાન શિવની પૂજામાં ચોખા અર્પણ ખૂબ જ આવકારદાયક માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે શિવપૂજા દરમિયાન કોઈ વસ્તુ માંગતી વેળાએ અક્ષતનો એક દાણો ચડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે.
ADVERTISEMENT
હિન્દુ ધર્મની માન્યતા મુજબ શુક્રવારે મા લક્ષ્મીની પૂજા કર્યા બાદ અક્ષતના 21દાણાને પીળા રંગથી રંગીને લાલ કપડામાં બાંધીને કબાટમાં રાખવામાં આવે તો આર્થિક સંકટ દૂર થઈ શકે છે અને માતાજીના આશીર્વાદ વરસે છે. વધુમાં દરરોજ સૂર્યોદય સમયે તાંબાના વાસણમાં ચોખાના ચાર દાણા સાથે પૂજા કરવામાં આવે તો ભગવાનની કૃપા વરસે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.