બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / The world tallest temple to be built in Ahmedabad at a cost of 1000 crores designed and designed by a German architect

વિશ્વ ઉમિયાધામ / અમદાવાદમાં 1000 કરોડના ખર્ચે આકાર પામશે વિશ્વનું સૌથી ઊંચુ મંદિર, જર્મન આર્કિટેક્ટે તૈયાર કરી ડિઝાઈન

Published By: Intern

Last Updated: 10:48 AM, 21 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશ્વના સૌથી ઊંચું જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરશે. 100 વિઘા જગ્યામાં 1000 કરોડના ખર્ચે મંદિર અને વિશ્વ ઉમિયાધામ સંકુલનું નિર્માણ થશે.

અમદાવાદના જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશ્વના સૌથી ઊંચું જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરશે. 100 વિઘા જગ્યામાં 1000 કરોડના ખર્ચે મંદિર અને વિશ્વ ઉમિયાધામ સંકુલનું નિર્માણ થશે. અત્યાર સુધીમાં વિશ્વમાં આટલું ઊંચુ કોઈ હિંદુ મંદિર બન્યું નથી. આ મંદિરનો શિલાન્યાસ તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ ખાતે યોજાશે.

જ્યારે આ બે દિવસના સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના બે લાખથી વધુ મા ઉમિયાના ભક્તો આવશે. આ ઉપરાંત આ સમારોહમાં સંતો, રાજનેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ સામેલ થશે. શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારત ભરના 21 કરતાં વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે તથા શિલાન્યાસ સમારોહમાં મહંતસ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરની વિશેષતાઓ...

  • મંદિરની ઉંચાઈ 431 ફૂટ (131 મીટર)
  • વિશ્વનું સૌથી ઉંચુ જગત જનની મા ઉમિયાનું મંદિર બનશે
  • મંદિરની ડિઝાઈન જર્મન આર્કિટેક અને ઈન્ડિયન આર્કિટેકના સંયુક્ત પ્રયાસથી બની છે
  • માતાજીના મંદિરના શિખરની વ્યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદ શહેરનો નજારો નિહાળી શકાશે
  • મંદિરની વ્યુ ગેલેરી અંદાજે 270 ફૂટ (82 મીટર) ઉંચી હશે
  • મંદિરનો ગર્ભગૃહ સંપૂર્ણ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવાયેલી ડિઝાઈન મુજબ બનશે
  • ગર્ભગૃહમાં 52 ફૂટ ઉંચા સ્થાન પર જગત જનની મા ઉમિયા બિરાજશે
  • જગત જનની મા ઉમિયાની સાથે મહાદેવનું પારાનું શિવલિંગ સ્થાપિત કરાશે
     

શિલાન્યાસ સમારોહની તૈયારી અને કાર્યક્રમની રૂપરેખાઃ

  • 28 ફેબ્રુઆરી 2020- શુક્રવાર
  • સવારે 8થી 12 કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા
  • જગત જનની મા ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે
  • બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે મા ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત અને પૂજન કરાશે
  • સાંજે 4 કલાકે દાતાશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાશે

29 ફેબ્રુઆરી 2020- શનિવાર

  •  સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાશ્રીઓના હસ્તે પૂજન
  •  સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ
  •  શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રી (BAPS સ્વામિનારાયણ સંસ્થા) અને પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર (આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન)   આશીર્વચન આપશે
  •  શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારત ભરના 21 કરતાં વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે
  •  શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે
     

સંકળાયેલા મુદ્દાઓ

Umiya Foundation ahmedabad gujarat અમદાવાદ ગુજરાત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ