બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / the way of taking money of this vegetable selling aunt is unique ashwini vaishnaw put the video

UPI પીક પર / VIDEO : શાકભાજીના સાધન પાછળ ક્યૂઆર કોડથી પેમેન્ટ, આંટીએ જીતી લીધું દિલ, કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો વીડિયો

Hiralal

Last Updated: 10:36 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાકભાજી વેચતા આંટીએ ગ્રાહકો પાસેથી પૈસા લેવા માટે જે નવી રીત શોધી કાઢી તેનો એક વીડિયો વાયરલ થયો છે.

  • શાકભાજી વેચતા આંટીએ જીતી લીધું સોશિયલ મીડિયાનું દિલ 
  • શાકભાજી જોખીને આપવાના સાધનની પાછળ લગાડ્યો ક્યૂઆર કોડ
  • કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રભાવિત થયા, વીડિયો શેર કર્યો 

ભારતમાં હવે ડિઝિટલ પેમેન્ટનો યુગ છે. લોકો નાનાથી માંડીને મોટા એમ તમામ પેમેન્ટ ઓનલાઈન લઈ રહ્યાં છે. ગૂગલ પે, ફોન પે સહિતની સેવાઓ પણ સારી રીતે ચાલી રહી છે. લોકો સ્કેન કરીને પેમેન્ટ લઈ રહ્યાં છે આ માટે તેઓ સ્કેનર સાથે રાખી રહ્યા છે. આ બધાની વચ્ચે શાકભાજી વેચી રહેલા એક આંટીની પૈસા લેવાની રીતે બધાને આશ્ચર્યચકિત કરી દીધા ત્યાં સુધી કે ખુદ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ તેનાથી પ્રભાવિત થયા હતા અને તેમણે સોશિયલ મીડિયામાં આંટીનો વીડિયો શેર કર્યો હતો. 

મહિલાએ શાકભાજી જોખવાના પાત્ર નીચે લગાડ્યો ક્યુઆર કોડ 
મહિલાનો આ વીડિયો મહારાષ્ટ્ર કિસાનના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો અને તેને 1.5 મિલિયન લાઈક્સ મળી છે. વીડિયોમાં આ વ્યક્તિ એક મહિલા વિક્રેતા પાસેથી કેટલીક મગફળી ખરીદતો જોવા મળી રહ્યો છે. જ્યારે તે તેમને ક્યૂઆર કોડ માટે પૂછે છે, ત્યારે આંટી તેમનું જોખવાનું પાત્ર ઊંધું કરીને સામે રાખી દે છે. શાકભાજી જોખીને આપવાના પાત્રની નીચે ક્યૂઆર લગાડેલો છે. આ જોઈને તે વ્યક્તિને ખૂબ નવાઈ લાગી 

ઓગસ્ટ 2023માં 10 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 
અશ્વિની વૈષ્ણવે આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, 'ડિજિટલ ઈન્ડિયાએ એક નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. યુપીઆઈ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ઓગસ્ટ-23માં 10 અબજના આંકડાને પાર કરી ગયું હતું. 

જર્મનીના મંત્રી પણ યુપીઆઈથી નવાઈ પામ્યા હતા 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જર્મનીના પરિવહન પ્રધાન વોલ્કર વિસિંગનો ભારતમાં પેમેન્ટ કરવા માટે યુપીઆઇનો ઉપયોગ કરતો વીડિયો વાઇરલ થયા બાદ ભારતમાં જર્મન દૂતાવાસે ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી અને તેને દેશની સફળતાની ગાથાઓમાંની એક ગણાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ