બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ધીરજનાં ફળ મીઠાં! રોહિત શર્માએ 10 વર્ષ બાદ ચાહકોને આપ્યા ઓટોગ્રાફ, હસતો વીડિયો વાયરલ
Last Updated: 06:51 PM, 2 December 2024
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે, જ્યાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પહેલી મેચ ભારતીય ટીમે પોતાના નામે કરી નાખી છે અને 1-0થી આગળ છે. આ મેચ પછી, ભારતીય ટીમે કેનબેરામાં પ્રેક્ટિસ મેચ રમી હતી. મેચ બાદ રોહિત શર્માએ એક ફેનને ઓટોગ્રાફ આપ્યો અને આ ફેન્સની 10 વર્ષની રાહનો અંત આવ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા પ્રધાનમંત્રી ઈલેવનને હરાવ્યા પછી, રોહિત શર્મા મેદાન પર તેમના ફેન્સથી મળવા માટે ગયા હતા, જ્યાં ઘણા બધા ફેન્સ ઉત્સાહિત હતા. આ સમયે રોહિત, બધાને ઑટોગ્રાફ આપતા જોવા મળ્યા. જ્યારે રોહિત ઑટોગ્રાફ આપતા હતા, ત્યારે એક ફેને કહ્યું કે "રોહિત ભાઈ, હું 10 વર્ષથી તમારા ઑટોગ્રાફની રાહ જોઈ રહ્યો છું." આ વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.
પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલા પહેલી મેચમાં રોહિત શર્મા ખાનગી કારણોસર રમવામાં સમર્થ ન હોતા. જોકે, તે એડિલેડમાં યોજાનારી બીજી મેચ માટે તૈયાર છે. પરંતુ પ્રેક્ટિસ મેચમાં પણ રોહિત શર્માનું બેટ ચાલી શક્યું ન હતું. એવી અપેક્ષા હતી કે પ્રેક્ટિસ મેચમાં રોહિત શર્મા પોતાના બેટથી પ્રભાવિત કરશે. પરંતુ આવું ન થયું. તે 11 બોલમાં 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
The wait of a decade finally ends. A fan waited for 10 years to get a @ImRo45 autograph and yesterday was his lucky day😊 #TeamIndia pic.twitter.com/miywxlE8gA
— BCCI (@BCCI) December 2, 2024
બીજી મેચ એડિલેડમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમમાં ઘણા ફેરફારો જોવા મળશે. આ મેચમાં રોહિત શર્મા ઉપરાંત શુભમન ગિલ પણ રમશે. આ સિવાય દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલ રજા પર હોઈ શકે છે. પર્થ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં પડિકલ અને જુરેલે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.
કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT