બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The timings of primary schools in Kutch have been changed

મહત્વનો નિર્ણય / કડકડતી ઠંડી વચ્ચે આ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક મોડો, ક્યાં સુધી નિયમ લાગુ રહેશે

Malay

Last Updated: 10:36 AM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખીને કચ્છની પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરાયો, કચ્છની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો.

 

  • કચ્છની પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર 
  • કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખીને સમયમાં ફેરફાર  
  • તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપ્યા આદેશ 

રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં પારો નીચે જતા હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં હજુ એક દિવસ કોલ્ડવેવ રહેશે. ત્યારે કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કચ્છની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ અંગે આદેશ આપ્યો છે.

કોલ્ડ વેવના કારણે શાળાના સમયમાં ફેરફાર
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોલ્ડ વેવના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, શિયાળાની ઋતુમાં કોલ્ડ વેવના કારણે અન્ય સુચના ન થાય ત્યાં સુધી તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ બિન પાળી પદ્ધતિ ધરાવતી પ્રાથમિક શાળાઓમાં સમય સોમવારથી શુક્રવાર સુધી 11.00 વાગ્યાથી બપોરના 4.00 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે શનિવારે સમય સવારના 09.00 વાગ્યાથી બપોરના 12.30 વાગ્યા સુધીનો રહેશે.

પાળી પદ્ધતિ ધરાવતી શાળાઓમાં આ પ્રમાણે સમય
આ ઉપરાંત પાળી પદ્ધતિ ધરાવતી પ્રાથમિક શાળાઓમાં સવારની પાળી સવારે 9 વાગ્યાથી બપોરના 12.30 વાગ્યા સુધી અને બપોરની પાળી 12.30થી 4.00 વાગ્યા સુધીની રહેશે.

કાતિલ ઠંડીનું જોર સતત પાંચમાં દિવસે યથાવત્
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરીય ઠંડા પવનોને પગલે હાડ ગાળી નાખતી ઠંડી પડતાં લોકોને સીઝનની રેકોર્ડબ્રેક ઠંડીનો અનુભવ થયો છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર સતત પાંચમાં દિવસે યથાવત્ રહ્યું છે અને 9 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 2.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. કચ્છમાં હજુ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને આ ઉપરોક્ત લેવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ