બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / The temple of Lord Narasimha was built by devotee Prahlada

ઈતિહાસ / ભક્ત પ્રહલાદે બનાવ્યું હતું અહીં નરસિંહ ભગવાનનું મંદિર, ક્રોધને કારણે મૂર્તિને આ રીતે રખાય છે

Published By: Intern

Last Updated: 05:45 PM, 6 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે આપણે એક એવા મદિર વિષે વાત કરવાના છીએ જે ભક્ત પ્રહલાદ દ્વારા બનાવવામાં આવ્યું છે. સતયુગના સમય દરમિયાન ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો હતો. અને આજે પણ ભગવાન વિષ્ણુ પૃથ્વી પર નરસિંહના અવતારમાં પૂજાય છે.

  1. ભગવાન વિષ્ણુ પૃથ્વી પર નરસિંહના અવતારમાં પુજાય છે
  2. હિરણ્યકશ્યપને મારવા લીધો હતો અવતાર
  3. મંદિરના એક વાર દર્શન કરવા જોઈએ

ભગવાન વિષ્ણુને વિશ્વના અનુયાયી માનવામાં આવે છે. જ્યારે પૃથ્વી પર વધુ પાપ થાય ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ આવે છે. ભગવાન વિષ્ણુ દર વખતે જુદા જુદા અવતારો ધારણ કરે છે. અને અધર્મનો નાશ કરે છે. 

સતયુગના સમય દરમિયાન ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો હતો. અને આજે પણ ભગવાન વિષ્ણુ પૃથ્વી પર નરસિંહના અવતારમાં પૂજાય છે. 

આજે આપણે એક એવા જ મદિર વિષે વાત કરવાના છીએ જે ભક્ત પ્રહલાદ દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ મંદિર વિશાખાપટ્ટનમના સિંહાચલામમાં આવેલું છે. આ મંદિર સિંહાચલ પર્વત પર સ્થિત છે અને વિશાખાપટ્ટનમથી લગભગ 16 કિલોમીટરના અંતરે છે. મંદિરની સૌથી મોટી વિશેષતા તે છે કે ભક્તો દ્વારા તેવું કહેવામાં આવે છે કે ભગવાન સાક્ષાત અહીં હાજર છે અને સાથે માતા લક્ષ્મીજી પણ બિરાજમાન છે. અને મૂર્તિ ચંદનના લેપથી ઢંકાયેલી છે. અને વર્ષમાં માત્ર એકવાર જ ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન નરસિંહને ચંદનના લાકડાથી તે માટે ઢાંકવામાં આવે છે. કારણ કે જ્યારે હિરણ્યકશ્યપનો નાશ કરતા હતા ત્યારે ભગવાન નરસિંહ ખુબ જ ક્રોધિત થયા હતા અને જેમનાં કારણે તેમનું શરીર સળગવા લાગ્યું હતું. જેન ઠંડુ પાડવા માટે ચંદનનો લેપ લગાવવામાં આવ્યો.

આ મંદિર વિષે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પ્રહલાદે આ મંદિર બનાવ્યું ત્યારે આ મંદિરને પૃથ્વીની ગર્ભસહાયમાં દફનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જેમનું નિર્માણ ફરી વાર પુરુરવા નામના રાજા દ્વારા કરવામાં આવ્યું હતું.  

સંકળાયેલા મુદ્દાઓ

Narsingh Sinhachal Vishakhapattanam નરસિંહ વિશાખાપટ્ટનમ સિંહાચલ History

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ