બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Supreme Court stayed Rahul Gandhi's two-year sentence in the defamation case

પ્રતિક્રિયા / 'આ તો નફરત સામે મોહબતની જીત', રાહુલ ગાંધીના 'સુપ્રીમ' ચુકાદા પર જુઓ શું બોલ્યા કોંગ્રેસ નેતાઓ

Malay

Last Updated: 05:58 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Defamation case: સુપ્રીમ કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર લગાવ્યો સ્ટે, રાહુલ ગાંધીને રાહત મળતાં કોંગ્રેસે કહ્યું, 'સત્યમેવ જયતે - જય હિન્દ'

  • માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને SCમાંથી રાહત
  • માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
  • લોકશાહી અને ન્યાયતંત્રમાં માનનારાઓનો વિજયઃ અમિત ચાવડા
  • શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને કહ્યું- ધન્યવાદ સુપ્રીમકોર્ટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુરતની કોર્ટે ફટકારેલી 2 વર્ષની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, ભાષણ આપતી વખતે સાવધાની રાખવી જોઈએ, આશા છે ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખશો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે લોકસભાની ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધી માટે રસ્તો સાફ થઈ ગયો છે. હવે રાહુલ ગાંધી માત્ર સંસદમાં જ નહીં પરંતુ 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ પાછા જોવા મળશે.

કોંગ્રેસે કહ્યું- આ નફરત સામે મોહબતની જીત છે
સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'આ નફરત સામે મોહબ્બતની જીત છે, સત્યમેવ જયતે-જય હિન્દ.' 

ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ''રાહુલ ગાંધી ઝિંદાબાદ, સત્યમેવ જયતે"

રાહુલજીની સજા સામે મળ્યો છે સ્ટેઃ અમિત ચાવડા
આ અંગે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, મહિલાઓની સુરક્ષા, ખેડૂતો માટેના કાળા કાયદા મુદ્દે રાહુલજીએ વાત કરી છે. ભ્રષ્ટાચારનો વિરોધ કરવામાં રાહુલજી આગળ આવ્યા છે. રાહુલજીની સજા સામે સ્ટે મળ્યો છે. આવનાર દિવસોમાં નવી આઝાદીની લડાઈમાં આખો દેશ જોડાશે. 

કોંગ્રેસમાં કકળાટઃ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના રાજીનામાની માંગ | congress  worker demand for Amit Chavda resignation on party chief Gujarat
અમિત ચાવડા (ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા)

'લોકશાહી અને ન્યાયતંત્રમાં માનનારાઓનો આજે વિજય થયો'
અમિત ચાવડાએ કહ્યું કે, તેમણે કર્ણાટકમાં નિરવ મોદી, લલીત મોદી જેવા લોકો બાબતે નિવેદન આપ્યું હતું. કોઈ કેસ લાગતો નહીં હોવા છતાં સુરતમાં કેસ કરવામાં આવ્યો હતો. રાહુલજીને બોલતા અટકાવવા દેશભરમા ખોટા કેસ થયા હતા. નવા અંગ્રેજો સામે લાંબી લડાઈ ચાલી રહી છે. સુરતનો ચુકાદો અને ત્યારબાદ એક દિવસમાં તેમને સભ્ય પદ દૂર કરાયા હતા. રાહુલ ગાંધીનું સભ્ય પદ ગયા બાદ ઘરમાંથી પણ દૂર કરાયા હતા. પરંતુ આજે લોકશાહી અને ન્યાયતંત્રમાં માનનારાઓનો આજે વિજય થયો છે.

ન્યાયાલય પરનો અમારો વિશ્વાસ અકબંધ રાખ્યોઃ વકીલ બાબુ માંગુકિયા
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર વકીલ બાબુ માંગુકિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે ન્યાયાલય પરનો અમારો વિશ્વાસ અકબંધ રાખ્યો છે, નીચલી કોર્ટના ચુકાદાની સુપ્રીમ કોર્ટમાં આલોચનાઓ થઈ હતી. હાઈકોર્ટે પણ 66 દિવસ સુધી ચુકાદો રિઝર્વ રાખ્યો છે. નીચલી કોર્ટના ચુકાદા ક્ષતિવાળા હોવાનું સાબિત થયું છે.

શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?"  જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. 

20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી
જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.

In the case of defamation of the Modi surname, a reply was presented to the Supreme Court on Rahul Gandhi's petition
પૂર્ણેશ મોદી અને રાહુલ ગાંધી

ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી અરજી 
જે બાદ રાહુલ ગાંધીએ સુરત કોર્ટના હુકમને પડકારતા સજા મોકૂફી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આ મામલે સુનાવણી યોજાઈ હતી.ગુજરાત કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. જે બાદ રાહુલ ગાંધીએ મોદી સરનેમ માનહાનિ કેસ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ હવે રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ