ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / The stock market got off to a weak start on the last trading day of the week.

શેરબજાર / માર્કેટની માઠી શરૂઆત: 170 પોઈન્ટના કડાકા સાથે ખૂલ્યો સેન્સેક્સ, RBI રેપો રેટને લઈને કરી શકે છે મોટું એલાન

Published By: Malay

Last Updated: 10:36 AM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારની નબળી શરૂઆત થઈ. આજે બીએસઈ સેન્સેક્સમાં લગભગ 170 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. તો નિફ્ટીમાં 40 પોઈન્ટનો ઘટાડો થયો છે.

ADVERTISEMENT

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે નબળી શરૂઆત
સેન્સેક્સમાં લગભગ 170 પોઈન્ટનો ઘટાડો
નિફ્ટી પણ 40 પોઈન્ટ તૂટીને 16,800ની સપાટીએ પહોંચ્યો

રેપો રેટ અંગે રિઝર્વ બેંકની જાહેરાત પહેલા સ્થાનિક શેરબજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં લગભગ 170 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી પણ લગભગ 40 પોઈન્ટ તૂટીને 16800ની સપાટીએ પહોંચી ગયો છે. શુક્રવારે વોડ-આઇડિયાના શેરમાં ત્રણ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ડીશ ટીવીના શેરમાં બે ટકાનો ઘટાડો થયો છે.

મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાશે
આજે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની મહત્વની બેઠક યોજાવાની છે. આવી સ્થિતિમાં મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં મોંઘવારી પર લગામ લગાવવા માટે રેપો રેટમાં 0.35થી 0.50 ટકાનો વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો કોઈપણ દાવ લગાવતા પહેલા આ બેઠકના પરિણામની રાહ જોતા જોવા મળી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાંથી નકારાત્મક સંકેતો
આ પહેલા શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી નકારાત્મક સંકેતો મળ્યા. સેન્સેક્સ 170 પોઈન્ટ ઘટીને 56,240 પોઈન્ટની સપાટીએ ખૂલ્યો. તો નિફ્ટી 20 પોઈન્ટ ઘટીને 16,798ની સપાટીએ પહોંચી ગયો. સાથે અમેરિકાના માર્કેટમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો. 

Nasdaq અને S&P 500માં પણ ઘટાડો
ગુરુવારે ડાઉ જોન્સમાં 458 પોઈન્ટનો ઘટાડો થયો હતો. જ્યારે નૈસ્ડૈક (Nasdaq) અને S&P 500માં પણ ઘટાડો આવ્યો. Nasdaq 2.84% તો S&P 500 2.11% ઘટ્યો. એશિયન બજારોમાં પણ નબળી શરૂઆત થઈ છે. SGX નિફ્ટી 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 16,700ની નજીક ખુલ્યો હતો. નિક્કેઈ પણ લાલ નિશાનમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sensex and Nifty Stock markets share market stock market today માર્કેટની નબળી શરૂઆત શેરબજાર Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ