બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આડાસંબધથી જન્મેલા શિશુની હત્યા કરી દાટી દીધું, પોરબંદરમાં પરિણીતાના પાપનો ભાંડો ફૂટ્યો
Last Updated: 04:33 PM, 5 May 2026
પોરબંદર જિલ્લામાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં નવજાત શિશુની હત્યા કરીને તેને દાટી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં માતા અને દીકરી સહિત ત્રણ લોકોની સંડોવણી બહાર આવી છે.
ADVERTISEMENT
આડાસંબધથી જન્મેલા શિશુની હત્યા કરી દાટી દીધાનો ખુલાસો
મળતી માહિતી મુજબ, આ બનાવ પોરબંદરના ઓડદર ગામનો છે. જ્યાં આડાસંબંધથી જન્મેલા નવજાત શિશુની હત્યા કરીને તેને ગુપ્ત રીતે દાટી દેવાયો હતો. ઘટનાને લઈને સત્ય બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT

નવજાત શિશુની હત્યામાં મા-દીકરી જ સામેલ હોવાનો ઘટસ્ફોટ
ADVERTISEMENT
આ મામલે પરિણીત મહિલા જાગૃતિ વાસણ, તેની માતા દૂધી વાસણ અને હિતેશ ડાકી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ શિશુના જન્મ બાદ પાપ છુપાવવા માટે આ ક્રૂર કૃત્ય આચર્યું હોવાનો પોલીસનો પ્રાથમિક અંદાજ છે.

ADVERTISEMENT
માધવપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી
આ બનાવનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે મહિલાના પતિને આ ઘટનાની જાણ થઈ. પત્ની અને સાસુની હરકતો અંગે શંકા જતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે માધવપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પોરબંદરમાં 12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ પર ત્રણવાર દુષ્કર્મ આચર્યું, સ્થાનિકોમાં ભારે આક્રોશ
પતિએ સાસુ અને પત્નીની સામે ફરિયાદ નોંધાવી
ADVERTISEMENT
પોલીસ હાલમાં સમગ્ર ઘટનાક્રમની વિગતવાર તપાસ કરી રહી છે અને વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ બનાવે માનવતાને શરમાવે તેવી સ્થિતિ ઊભી કરી છે અને સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.