બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરમાં 12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ પર ત્રણવાર દુષ્કર્મ આચર્યું, સ્થાનિકોમાં ભારે આક્રોશ
Last Updated: 03:22 PM, 5 May 2026
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળા પર થયેલા દુષ્કર્મ કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી કિશોરે છેલ્લા એકથી દોઢ મહિનામાં બાળકી સાથે ત્રણથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો, અને અંદાજે 15 દિવસ પહેલાં જ સોસાયટીના રહેવાસીઓએ આરોપી તથા તેના પરિવારને બહાર કાઢી મૂક્યા હતા. હાલ પોલીસ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

બાળકીને મેડીકલ તપાસ અર્થે ખસેડાઈ
ADVERTISEMENT
પોલીસે આ ગંભીર બનાવ અંગે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનામાં પીડિત બાળકીની તબિયત બગડતા તેને તાત્કાલિક સારવાર અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી કિશોર વયનો હોવાથી તેના વિરુદ્ધ ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેસની નિષ્પક્ષ અને ઝડપી તપાસ ચાલી રહી છે અને પીડિતાના પરિવારને ન્યાય મળે તે માટે જરૂરી તમામ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા જારી છે.
માતા-પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ: Dysp
ADVERTISEMENT
પોરબંદર જિલ્લામાં ઉદ્યોગનગર વિસ્તારમાં બનેલી એક ગંભીર ઘટનામાં, ચાર વર્ષથી વધુ વયની બાળકી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પોરબંદર ગ્રામ્ય DySP સુરજીત જી. મહેદુએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસને મળેલી પ્રાથમિક માહિતીના આધારે તાત્કાલિક બાળકીના માતા-પિતાનો સંપર્ક કરી તેમની કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ બાદ પરિવાર ફરિયાદ નોંધાવવા તૈયાર થતાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી વધુ તપાસ હાથ ધરી છે અને સંબંધિત કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ આવતીકાલે ધોરણ 10નું પરિણામ થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે?
ADVERTISEMENT
દોઢ મહિના દુષ્કર્મ આચર્યું
જેમાં સાડા ચાર વર્ષની દીકરી પાડોશમાં રહેતા 12 વર્ષનો કિશોરના ઘરે રમવા જતી હતી અને ત્યારે આશરે મહિના દોઢ મહિના પહેલા કોઈ ઘરે ન હોવાથી આરોપી કિશોરે માસૂમ સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં ભોગ બનનારનું મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે તથા આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે તે હાલ ચાલુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.