બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આવતીકાલે ધોરણ 10નું પરિણામ થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે?

શિક્ષણ / આવતીકાલે ધોરણ 10નું પરિણામ થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે?

Published By: Priykant Shrimali

Last Updated: 02:54 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSEB Std 10 Result 2026 : પરિણામ જાહેર થતાં જ વેબસાઇટ પર સીધી લિંક ઉપલબ્ધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી માર્કશીટ જોઈ શકે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

GSEB Std 10 Result 2026 : ગુજરાતના ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતીકાલે આવશે. વાસ્તવમાં આવતીકાલે સવારે 8 વાગ્યે રાજ્યના બોર્ડનું SSC પરિણામ સત્તાવાર રીતે જાહેર થવાનું છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતામાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઑનલાઇન ચકાસી શકશે. તેના માટે GSHSEBની અધિકૃત વેબસાઇટ gseb.org પર જઈને બેઠક નંબર દાખલ કરવો રહેશે. પરિણામ જાહેર થતાં જ વેબસાઇટ પર સીધી લિંક ઉપલબ્ધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી માર્કશીટ જોઈ શકે.

મહત્વનું છે કે, આ વખતે બોર્ડે વધુ એક સરળ વિકલ્પ પણ આપ્યો છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ મેળવી શકશે. તેના માટે 6357300971 નંબર પર પોતાનો બેઠક નંબર મોકલતાં જ પરિણામ ફોન પર મળી જશે. ખાસ કરીને જ્યાં ઈન્ટરનેટની સગવડ ઓછી છે, ત્યાં આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચો : ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહો, તાપમાન પહોંચશે 44 ડિગ્રીને પાર

માત્ર ધોરણ 10નું પરિણામ જ નહીં, પરંતુ સંસ્કૃત પ્રથમ વિષયની પરીક્ષાનું પરિણામ પણ આવતીકાલે જ જાહેર થવાનું છે. આથી સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ માટે પણ આ દિવસ ખાસ મહત્વ ધરાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Board Result check online GSEB SSC Result 2026 SSC result 2026

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ