બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહો, તાપમાન પહોંચશે 44 ડિગ્રીને પાર

અંબાલાલ આગાહી / ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહો, તાપમાન પહોંચશે 44 ડિગ્રીને પાર

Published By: Priykant Shrimali

Last Updated: 01:51 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather : ખાસ કરીને રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ તાપમાન આકરા સ્તરે પહોંચવાની શક્યતા, કચ્છ વિસ્તારમાં પણ ગરમીનો માહોલ યથાવત રહેશે અને ત્યાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે

Gujarat Weather : ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીનો તીવ્ર પ્રકોપ જોવા મળશે તેવી ચેતવણી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. મહત્વનું છે કે, મે મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને હવે 11 મે થી 20 મે વચ્ચે ગરમી વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે એવી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ તાપમાન આકરા સ્તરે પહોંચવાની શક્યતા છે.

કચ્છ વિસ્તારમાં પણ ગરમીનો માહોલ યથાવત રહેશે અને ત્યાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે. ગરમી સાથે સાથે પવનનું પણ જોર રહેશે, જેના કારણે ઉકળાટનો અનુભવ વધુ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં લોકો માટે સાવચેતી રાખવી જરૂરી બની જાય છે, ખાસ કરીને બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું અને પૂરતું પાણી પીવું.

આ પણ વાંચો : કોંગ્રેસના કોર્પોરેટર સામે ફરિયાદ દાખલ, મામલો પહોંચ્યો DEO, આપ્યા તપાસના આદેશ

આગાહી મુજબ 23 મે આસપાસ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ શરૂ થઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ રૂપે રાહત આપી શકે છે. 25 મે થી 7 જૂન વચ્ચે આવતું રોહિણી નક્ષત્ર પણ હવામાનમાં ફેરફાર લાવી શકે છે. જો આ સમયગાળાની શરૂઆતમાં વરસાદ પડે તો પવન વધુ ફૂંકાઈ શકે અને વરસાદ પાછળ ખસે તેવી શક્યતા છે, જ્યારે અંતિમ તબક્કામાં વરસાદ આવે તો તે સારા સંકેત માનવામાં આવે છે. તે ઉપરાંત, 15 મે પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હવામાનિક હલચલ વધવાની શક્યતા છે, જેનાથી વાવાઝોડું સર્જાઈ શકે છે. દક્ષિણ ભારતના છેડે 25 મે આસપાસ ચોમાસું પ્રવેશવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat heatwave forecast Ambalal Patel pre monsoon rain

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ