ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોંગ્રેસના કોર્પોરેટર સામે ફરિયાદ દાખલ, મામલો પહોંચ્યો DEO, આપ્યા તપાસના આદેશ

અમદાવાદ / કોંગ્રેસના કોર્પોરેટર સામે ફરિયાદ દાખલ, મામલો પહોંચ્યો DEO, આપ્યા તપાસના આદેશ

Published By: Priykant Shrimali

Last Updated: 11:47 AM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMD Kalpana Navalekar Case : કોંગ્રેસના કોર્પોરેટરે AMCની ચૂંટણી દરમિયાન સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) તરીકે જે દસ્તાવેજ રજૂ કર્યો હતો, તે શંકાસ્પદ હોવાની વાતો વચ્ચે હવે નોંધાઈ ફરિયાદ

ADVERTISEMENT

AMD Kalpana Navalekar Case : અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કોંગ્રેસના એક કોર્પોરેટર વિરુદ્ધ બોગસ દસ્તાવેજો રજૂ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કુબેરનગર વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર કલ્પના નવલેકર સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેનાથી રાજકીય તેમજ શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

શું છે સમગ્ર મામલો ?

વાસ્તવમાં આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીનઆ આદેશ મુજબ એક શાળા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી કે, કલ્પનાના નવલેકરે AMCની ચૂંટણી દરમિયાન સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) તરીકે જે દસ્તાવેજ રજૂ કર્યો હતો, તે શંકાસ્પદ છે. તપાસના આદેશ બાદ કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે તેમણે જે કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું એલસી રજૂ કર્યું હતું, તે અસલી નથી.

તપાસમાં શું સામે આવ્યું ?

આ તરફ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, દર્શાવાયેલ GR નંબર અને LC નંબર શાળાના રેકોર્ડ સાથે મેળ ખાતા નથી. વધુમાં, જે GR નંબર દર્શાવવામાં આવ્યો હતો તે અન્ય વિદ્યાર્થીના નામે નોંધાયેલો હતો. આથી સ્પષ્ટ થયું કે, દસ્તાવેજ બનાવટી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં ખોટી સહીનો પણ ઉપયોગ થયો હોવાની શક્યતા છે.

આ પણ વાંચો : હવે SG હાઈવે પરના ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, થશે પેટ્રોલની બચત, બચશે સમય

DEO દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈ શાળાના સંચાલનને પોલીસ ફરિયાદ નોંધાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress corporator fake school leaving certificate Kalpana Navalekar AMC election bogus LC controversy

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ