બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / The robber on the Activa robbed 13 lakhs by hitting him on the head with a hammer

ખેડા / એક્ટિવા પર આવેલા લૂંટારાએ માથાના ભાગે હથોડી મારી 13 લાખ લૂંટયા, નડિયાદના તમામ માર્ગો પર નાકાબંધીનો આદેશ

Vishal Khamar

Last Updated: 07:09 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નડિયાદ શહેરનાં આવેલ આંગડિયા પેઢી પર લૂંટારૂઓએ ત્રાટકી રૂપિયા 13 લાખની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ ઘટનાને પગલે નડિયાદના તમામ માર્ગો પર પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી.

  • નડિયાદમાં આવેલ આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
  • એક્ટિવા પર આવેલા લૂંટારૂઓએ રૂ. 13 લાખની ચલાવી લૂંટ
  • નડિયાદ શહેર ફેરવાયું પોલીસ છાવણીમાં

નડિયાદ શહેરનાં ભાવસાર વાડ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ આંગડીયા પેઢીમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે શહેરમાં આવેલી વિજયકુમાર વિક્રમભાઈ પેઢીનો કર્મચારી પાસેથી રૂ.13 લાખની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.એક્ટિવા પર આવેલા લૂંટારૂઓએ કર્મચારીને માથાનાં ભાગે  હથોડી મારી ઈજાઓ પહોંચાડતા ઘાયલ કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

નડિયાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું
આ ઘટનાની જાણ નડિયાદ પોલીસને થતા એલસીબી, એસઓજી સહિતના કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ નડિયાદમાં પ્રવેશવાનાં તમામ માર્ગો પર પોલીસ દ્વારા નાકાબંધી કરી તમામ વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. ઘાયલ કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે ઈજાગ્રસ્ત કર્મચારીની પૂછપરછ કરી

લૂંટારૂઓએ આંગડીયા પેઢીનાં કર્મચારી પર હથોડીથી હુમલો કર્યો
આંગડિયા પેઢીમાં લૂંટ કરવા આવેલા શખ્શો પાસે ઘાતક હથિયારો પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક્ટિવા પર આવેલા લૂંટારૂઓએ કર્મચારી પાસેથી પૈસા ભરેલ થેલો ઝુંટવવાનો પ્રયાસ કરતા લૂંટારૂઓએ કર્મચારીને માથાનાં ભાગે હથોડી મારી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસ દ્વારા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આરોપીઓ પાસે ઘાતક હથિયારો પણ હોઈ શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ