બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The overbridge connecting 40 villages of Gujarat-Madhya Pradesh was closed the day after it was opened

લોકસભા ચૂંટણી 2024 / ભારે કરી! દાહોદમાં હજુ તો બ્રિજનું લોકાર્પણ જ થયું, ત્યાં તો બીજા જ દિવસથી લાગી ગયા પ્રવેશબંધીના બેરિકેડ, આવું કેમ?"

Vishal Khamar

Last Updated: 03:12 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. નેતાઓ જનતાને આકર્ષવા અવનવા પ્રયાસ કરી રહ્યા છે.. દાહોદમાં ચૂંટણીની જાહેરાત પહેલા નેતાજીએ એક પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતું ગણતરીનાં કલાકોમાં જ પુલ બંધ કરવામાં આવતા રાહદારીઓ રોષે ભરાયા હતા.

"ઉતાવળે આંબા ન પાકે" આ કહેવત જાણે સાચી ઠરતી હોય તેવો એક કિસ્સો આજે દાહોદ ખાતે બનવા પામ્યો હતો. જેમાં હરખપદુડા થયેલા નેતાઓ દ્વારા બ્રિજનું લોકાર્પણ તો કરી દીધું પણ લોકાર્પણ કર્યાનાં ગણતરીનાં કલાકોમાં જ બ્રિજને બંધ કરવાની ફરજ પડી હતી. જે બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે બ્રિજનું કામ જ અધૂરુ હતું. પણ નેતાજીને લાગેલી ઓવરબ્રિજ લોકાર્પણની તાલાવેલી લાગી હોવાથી લોકાર્પણ કરી દીધું. પરંતું ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા બ્રિજનું લોકાર્પણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. 

14મીએ બ્રિજનું લોકાર્પણ, 15મીએ બ્રિજ બંધ
ગુજરાત-મધ્યપ્રદેશને જોડતા અનાસ-ટાંડા બ્રિજને બનાવાયો હતો. 40 ગામોને જોડતો ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા રાહદારીઓ તેમજ ગ્રામજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. તા. 14 માર્ચનાં રોજ ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા બ્રિજનું લોકાર્પણ કર્યાનાં ગણતરીનાં કલાકોમાં બ્રિજ પર બેરીકેટ ગોઠવવામાં આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 

નેતાજીએ લોકાર્પણની ઉતાવળ કેમ કરી?
દાહોદમાં ગુજરાત-મધ્યપ્રદેશને જોડતા આ બ્રિજથી 40 ગામના લોકોને ભારે આશા હતી 15 માર્ચે ચૂંટણીની જાહેર થવાની હતી એ પહેલા જ 14 માર્ચે સાંસદ દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવા પહોંચે છે. ત્યારે સ્થાનિકોને એમ કે બ્રિજ બનવાથી મુશ્કેલી દૂર થશે. પણ લોકાર્પણના બીજા દિવસે જ બ્રિજ બંધ કરી દેવાાયો હતો. જે બાબતે ગ્રામજનો દ્વારા તપાસ કરતા હજુ બ્રિજનું નિર્ણાણ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે કોંગ્રેસનાં દાહોદનાં પ્રવક્તા પંકજ શાહે કહ્યું હતું કે, મતદારોને આકર્ષવા માટે લોકાર્પણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. 

વધુ વાંચોઃ બોર્ડ Examના CCTVની ચકાસણીમાં ઝડપાયા 452 ગેરરીતિના કેસ, હિયરિંગ બાદ સંભળાવાશે સજા

ચૂંટણીની જાહેરાત પહેલા બ્રિજ ખુલ્લો મુક્યો
બ્રિજનું લોકાર્પણ થતા જ દાહોદવાસીઓનાં ચહેરા પર ફરી એકવાર નિરાશા જોવા મળી હતી. હવે આ મુદ્દા રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસે ભાજપ પર મતદારોને આકર્ષવા માટે ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે સવાલ તો અહીં એ પણ ઉઠે છે કે શું સાંસદને ચૂંટણીની જાહેરાતની તારીખ પહેલાથી ખબર હતી. શું ચૂંટણી જાહેર થવાની હતી તે માટે જ આગલા દિવસે બ્રિજનું લોકાર્પણ કર્યું. નિર્માણકાર્ય અધૂરું હતું તો લોકાર્પણની ઉતાવળ કેમ કરી એ સવાલ કોઈને પણ ગળે ઉતરી રહ્યો નથી. પણ જનતાને ગળે ઉતર્યો છે. અને તેનું માઠું પરિણામ આવે તો નવાઈ નહી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ