બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 452 cases of malpractice detected in Board Exam CCTV verification punishment will be announced after hearing

ચકાસણી / બોર્ડ Examના CCTVની ચકાસણીમાં ઝડપાયા 452 ગેરરીતિના કેસ, હિયરિંગ બાદ સંભળાવાશે સજા

Vishal Khamar

Last Updated: 05:04 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલવામાં આવી છે. સીસીટીવીમાં કોપી કેસ કરતા વિદ્યાર્થીઓ સામે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણી કરાઈ છે. ત્યારે સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલાઈ છે. જેમાં ધો. 12 માં સામાન્ય પ્રવાહમા 226 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. જ્યારે ધો.10 માં 170 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા સીસીટીવીમાં ઝડપાયા હતા. બોર્ડની પરીક્ષામાં ધો. 10 અને 12 માં કુલ 452 વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા ઝડપાયા હતા. 

ચૂંટણીને કારણે બોર્ડ દ્વારા એક મહિનાં જેટલું વહેલું પરિણામ જાહેર કરવામાં આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધો.10 અને  12 ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે પરીક્ષા પૂર્ણ થયાને હજુ થોડા દિવસ થયા છે. બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી આજે પૂર્ણ થવા પામી છે. હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયારી કરવાની તજવીજ હાથ ધરી છે. એપ્રિલ મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.  આ વર્ષે લોકસભા ચૂંટણીને કારણે બોર્ડ દ્વારા એક મહિનાં જેટલું વહેલું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. જેથી શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત કરી ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે. 

પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ
ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા તા. 11 માર્ચથી સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ હતી. જે પરીક્ષા માર્ચનાં અંત સુધી ચાલી હતી. પરીક્ષા પૂર્ણ થતા તરત જ બોર્ડ દ્વારા શિક્ષકોનાં મધ્યસ્થ મૂલ્યાંકન માટેનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ શિક્ષકો દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે સમગ્ર રાજ્યમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થતા હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે. 

વધુ વાંચોઃ 'તો ક્ષત્રિયોએ રૂપાલાને માફી આપી દેવી જોઇએ...', નવાનગરના જામસાહેબની સમાધાનકારી વલણ અપીલ

ચૂંટણીનાં કારણે બોર્ડ દ્વારા પરિણામ વહેલું જાહેર કરાયું
ગુજરાત બોર્ડ દ્વારા મે મહીનાનાં અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જ બોર્ડનું પરિણામ અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીનાં કારણે બોર્ડ દ્વારા પરિણામ એક મહિનો વહેલું જાહેર કરવામાં આવશે. તેવું જાણવા મળી રહ્યું છે.  ધો. 10 અને 12 નું પરિણામ વહેલું જાહેર થતા વિદ્યાર્થીઓનાં આગળ કઈ ફેકલ્ટીમાં પ્રવેશ લેવો તે માટેની પ્રક્રિયાઝડપી બનશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ