ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The Meteorological Department has predicted unseasonal rain in the state

આગાહી / ભરઉનાળે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી ફાઈનલ, હવામાન વિભાગે મારી મહોર

Published By: Vishal Khamar

Last Updated: 03:17 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ પ્રિ-મોનસૂન એક્ટિવિટી થશે. જેથી દરિયામાં ભેજવાળા પવનોને લીધે ગરમીનો અહેસાસ થશે.

ADVERTISEMENT

રાજ્યમાં આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 12 અને 13 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને પ્રિ-મોન્સુન એક્ટિવિટી થશે. 12 એપ્રિલે નવસારી, વલસાડ અને સુરતમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે 13 એપ્રિલે કચ્છ, બનાસાકાંઠામાં માવઠાની શક્યતા છે. દરિયામાં ભેજવાળા પવનોને લીધે ગરમીનો અહેસાસ થશે.

કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં હવામાન નિષ્ણાંત દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દ્વારા આગાહી કરી હતી કે, અમદાવાદનાં હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 12 થી 15 એપ્રિલ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થશે. ગુજરાતમાં આંધી-ગાજવીજ-કરા અને તોફાન થશે. પ્રિ-મોનસુન એક્ટિવિટી દરમ્યાન ગરમીનો પારો નીચો જશે. 20 એપ્રિલથી વાદળો છતાં ગરમી વધશે. જ્યારે 27 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન થશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે થશે. કચ્છનાં ભાગોમાં ગરમીમાં વધારો થશે. 

10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ 
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. તેમજ 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે.  તેમજ 10 અને 11 એપ્રિલે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે. તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે. માવઠા બાદ રાજ્યમાં સરેસાશ તાપમાન 43 ડિગ્રી જોવા મળશે. 

વધુ વાંચોઃ રૂપાલા વિવાદમાં હવે વિરોધ અને સમર્થનના પોસ્ટરનો મારો, જુઓ ક્યાં કેવો માહોલ

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન
અમદાવાદ 38.8 ડિગ્રી
ગાંધીનગર 38.5 ડિગ્રી
ડીસા  38.7 ડિગ્રી
વલ્લભ વિદ્યાનગર 39.1 ડિગ્રી
વડોદરા 38.6 ડિગ્રી
સુરત 37.8 ડિગ્રી
અમરેલી 38.8 ડિગ્રી 
ભાવનગર 36.7 ડિગ્રી
રાજકોટ 38.7 ડિગ્રી
સુરેન્દ્રનગર 39.1 ડિગ્રી
મહુવા 38.4 ડિગ્રી
ભુજ  39.5 ડિગ્રી
કંડલા 37.2 ડિગ્રી
કેશોદ  37.4 ડિગ્રી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department forecast Western Disturbance gujarat light rains ગુજરાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હળવો વરસાદ હવામાન વિભાગની આગાહી Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ