ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / In Rupala controversy a poster of protest and support now

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલા વિવાદમાં હવે વિરોધ અને સમર્થનના પોસ્ટરનો મારો, જુઓ ક્યાં કેવો માહોલ

Published By: Vishal Khamar

Last Updated: 12:07 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગત રોજ રાજ્યમાં અનેક જગ્યાએ લોકોએ ભાજપનાં કાર્યકરોને ગામમાં પ્રવેશ બંધીનાં બેનર લગાવ્યા છે. તો બીજી તરફ પાટીદાર સમાજ દ્વારા રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે.

ADVERTISEMENT

શાઠોદ ગામમાં ભાજપ કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધના લાગ્યા બેનર
વડોદરાનાં ડભોઈ તાલુકામાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. શાઠોદ ગામમાં ભાજપ કાર્યકરોનાં પ્રવેશ પર પ્રતિબંધનાં બેનર લાગ્યા છે.  ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું છે. રાજપૂત સમાજ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કર્યો છે. તેમજ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગ કરી છે. 

ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામડાઓમાં રૂપાલાનો વિરોધ
સુરતનાં ગ્રામ્ય વિસ્તારમાં રૂપાલાનાં વિરોધમાં બેનર લાગ્યા છે. રૂપાલાની ટિકિટ ન કપાય તો ભાજપને પ્રવેશ નહીનાં બેનર લાગ્યા છે. તેમજ ભાજપનાં કોઈ પણ નેતાને ગામમાં પ્રવેશ ન કરવાના પણ બેનર લગાવવામાં આવ્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા ગામોમાં બેનર લાગ્યા છે. જેમાં ઓલપાડ અને માંગરોળ તાલુકાનાં ગામડાઓમાં રૂપાલાનો વિરોધ થયો હતો. 

ધ્રાંગધ્રાની પુનિતનગર વિસ્તારમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા બેનર
સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલાનાં વિરોધમાં બેનર લાગ્યા છે. ક્ષત્રિય સમાજનો રુપાલાનં નિવેદનને લઈ આખા રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રાની પુનિતનગર વિસ્તારમાં રૂપાલાનાં વિરોધમાં બેનર લાગ્યા છે. તેમજ ભાજપનાં આગેવાનો, નેતાઓને વિસ્તારમાં પ્રવેશ નહી કરવાનાં બેનર લાગ્યા છે. 

વધુ વાંચોઃ ગુજરાતમાં આ વિસ્તારમાં ટ્રેનની ઝડપ 40 કિમી રહેશે, જાણો કેમ લેવાયો આ નિર્ણય

'અમે રૂપાલાના સમર્થનમાં છીએ'ના લખાણ સાથેના બેનર્સ લગાવાયા 
સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ પુરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં ટિકિટ રદ્દ ન કરવા બેનર લાગ્યા છે. 'અમે રૂપાલાનાં સમર્થનમાં છીએ' ના લખાણ સાથેના બેનર્સ લગાવાયા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Candidate Lok Sabha Election 2024 Parshottam Rupala Rajkot News પરશોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર રાજકોટ લોકસભા ચૂંટણી 2024 સુરેન્દ્રનગર Lok Sabha Election 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ