ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SOP will be presented in the High Court by the Forest Department and the Railways in the case of lions
Last Updated: 12:49 PM, 8 April 2024
ADVERTISEMENT
જૂનાગઢમાં સિંહોનાં કમોત અટકાવવા બેઠક મળી હતી. જૂનાગઢ ખાતે રેલવે અને વન વિભાગની બેઠક મળી હતી. પીપાવા લીલીયા વચ્ચે ટ્રેનને ઓચી સ્પીડે દોડાવાશે. 100 કીમીની ઝડપને બદલે હવે 40 કિ.મી.ની સ્પીડે ટ્રેન ચાલશે. આ રેલવેનો ટ્રેક સિંહો માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. અનેક સિંહોએ આ ટ્રેક પર જીવ ગુમાવ્યા છે. ટ્રેકની આસપાસ 50 થી વધુ એલઈડી સોલાર લાઈટ પણ લગાવવામાં આવશે. તેમજ અન્ય રાજ્યનાં અભ્યારણ્યોમાં ચાલીત ટ્રોનની એસઓપીનો અભ્યાસ થશે. બેઠકમાં નક્કી થયા મુજબની SOP હાઈકોર્ટમાં રજૂ કરાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાઇકોર્ટની ફટકાર બાદ મળી હતી રેલવે અને વન વિભાગની બેઠક
ગીરનાં જંગલમાં સિંહના અકુદરતી મોત અટકાવા આખરે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પીપાવાવ-લીલીયા વચ્ચે દોડતી માલગાડીઓની ઝડપ ઘટાડાશે. ટ્રેનની ઝડપ 100 નાં બદલે 40 કિ.મી. પ્રતિ કલાક કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેકની બંને બાજુ સોલાર એલઈડી લાઈટ લગાવવાનો નિર્ણય પણ બેઠકમાં કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ રેલવે વિભાગની મહત્વની બેઠક મળી હતી. જંગલમાંથી પસાર થતી ટ્રેનની અડફેટે અનેક સિંહનાં મોત થઈ ચૂક્યા છે. હાઈકોર્ટ જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન રેલવે વિભાગને નોટિસ આપી હતી. રેલવે વિભાગ અને વન વિભાગે હાઈકોર્ટની ફટકાર બાદ એસઓપી બનાવી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ અમદાવાદમાં પોલીસ જવાન તો સુરેન્દ્રનગરમાં બે લોકોનું થયું હાર્ટ ફેલ, તંત્ર ચિંતિત
ડાલામથ્થા પર અકુદરતી ખતરો
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.