બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / The Meteorological Department has made a forecast regarding the rain

મેઘમય ગુજરાત / અમદાવાદ-ગાંધીનગર, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત, કશું બાકી નહીં રહે... જુઓ કેટલા દિવસ વરસાદની આગાહી

Dinesh

Last Updated: 04:46 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદ થવાની સંભાવના છે

  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
  • હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી
  • આવતીકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસી શકે વરસાદ

રાજ્યના અનેક વિસ્તારોને મેઘરાજાએ ઘમરોળ્યું છે. જેના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે તો અનેક નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો બીજી તરફ ફરી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે 
હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદ થવાની સંભાવના છે તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  આવતીકાલે ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ થવાની સંભાવના છે. દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે છે.  

3 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
3 જુલાઈએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. દાહોદ, પંચમહાલ અને દ્વારકા તેમજ પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 2 જુલાઈએ વરસાદમાં ઘટાડો થશે. ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે. 

નર્મદા નદીમાં આવી શકે છે પૂરઃ અંબાલાલ પટેલ  
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા છે. ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ