બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 05:09 PM, 11 May 2023
ADVERTISEMENT
ધ કેરલા સ્ટોરી ફિલ્મને પગલે બોલીવુડની અભિનેત્રી અદા શર્મા તાજેતરમાં ખૂબ ચર્ચામાં છે. એક બાજુ ફિલ્મનો દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. તો બીજી તરફ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ દરરોજ ધમાકા મચાવી રહી છે અને ઢગલાબંધ કમાણી કરી રહી છે. વકરતા વિવાદ વચ્ચે ફિલ્મ અભિનેત્રી અદા શર્માનો એક વિડીયો સામે આવી રહ્યો છે.જેમા તે શિવ મંદિરમા બેસીને શિવ તાંડવના પાઠ કરતી ભક્તિમાં તલ્લીન દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પાર વાયરલ થયેલા આ વીડિયોને ચાહકો ભારે આવકાર આપી રહ્યા છે.
ADVERTISEMENT
અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે
ઇસ્ટાગ્રામ પર અભિનેત્રી અદા શર્માએ એક વિડિયો શેર કર્યો હતો. જેમાં તે શિવ મંદિરમાં બેઠેલી દ્રશ્યમાન થઈ રહી છે અને વિધિ વિધાન મુજબ તે શિવ તાંડવના પાઠ કરી રહી છે. અને આ વિડીયો શેર કરતા સ્ટોરીમાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે મારી એનર્જીનું રહસ્ય. તેમણે કહ્યું કે જે મને પડકારોનો સામનો કરવા માટે ઉર્જા આપે છે. થેક્યું મને તમારી બનાવવા બદલ !
ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે
મહત્વનું છે કે આજે અદા શર્માનો જન્મદિવસ છે. ત્યારે આ અવસર પર ધ કેરલા સ્ટોરીના ડાયરેક્ટર સુદીપ્તો સેને તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને ટ્વિટર એકાઉન્ટ પર અદાનો ફોટો શેર કરી તેમણે કહ્યું કે હેપી બર્થ ડે! તમે તમારા જન્મદિવસની ભેટ આગાઉ જ લઇ લીધી છે. સુદીપ્તો સેન દ્વારા બનાવાયેલ ધ કરેલ સ્ટોરી તા. પાંચ મેના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને વર્લ્ડ ઓફ માઉથ પબ્લિસિટીના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે. મંગળવારે 9 મે સુધીમાં કુલ 54.25 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.