બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / the kapil sharma show chandan prabhakar chandu

The Kapil Sharma Show / કપિલ શર્માના શો માંથી વધુ એક વિકેટ પડી, ચંદન પ્રભાકરે જણાવ્યું કેમ નથી રહ્યો હવે શો નો હિસ્સો

Published By: Vishnu

Last Updated: 08:56 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદન પ્રભાકર એટલે કે ચંદુ ચાયવાલા કપિલના શોનો ભાગ નહીં હોય? 10 સપ્ટેમ્બરથી નવી સિઝન થઈ રહી છે શરૂ

  • ધ કપિલ શર્મા શોને 3 સ્ટાર કોમેન્ડીયને કહ્યું અલવિદા?
  • ચંદુ ચાયવાલા એટલે કે ચંદન નહીં દેખાય નવી સિઝનમાં

લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'ની વધુ એક વિકેટ પડી જવાના સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કપિલના શોના ચંદન પ્રભાકરે એટલે કે શોના ફેવરિટ ચંદુએ પણ આ શોમાંથી હાલ પૂરતું શો છોડી દેવાનું નક્કી કર્યું છે.  ચંદુએ પોતે 'ધ કપિલ શર્મા શો'ને લગતું આ અપડેટ આપ્યું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે.

ચંદુ ચાયવાલાએ છોડ્યો કપિલ શર્મા શો
તાજેતરમાં, કૃષ્ણા અભિષેક વિશે ઘણી ચર્ચા હતી કે આ વખતે તે કપિલના પ્રખ્યાત શો 'ધ કપિલ શર્મા' શોનો ભાગ નહીં હોય. થોડા સમય પહેલા ભારતી સિંહનું નામ પણ સામે આવ્યું હતું અને કહ્યું હતું કે તે પણ આ વખતે કપિલના શોમાં હાજરી નહીં આપે. હવે નવું નામ ચંદન પ્રભાકરનું છે. કપિલ શર્માના આ કોમેડી શોમાં ચંદન પ્રભાકર ચંદુ ચાયવાલાનું પાત્ર ભજવતા હતા, જેમણે શોમાં મહેમાનોની સંભાળ રાખવી અને તેમનું મનોરંજન કરવું પડતું હતું. આ રીતે, સતત 3 કોમેડીયનના શોમાંથી કટ થવાનું કારણ જાણવાનો દર્શકો પ્રયાસ કરી રહી છે.  દર્શકોને લાગવા માંડ્યું છે કે ચંદનના શો છોડવાના કારણે કપિલ શર્મા સાથે કોઈ અણબનાવ છે?

આ પાછળનું કારણ ખુદ ચંદને જણાવ્યું છે
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, ચંદુ પોતે શો છોડવાનું કારણ જણાવ્યું છે. ચંદને કહ્યું, કે તે કપિલના શોની આ સીઝનનો ભાગ નહીં બને. તેનું એકમાત્ર કારણ એ છે કે તે થોડો બ્રેક લેવા માંગે છે. તમને જણાવી દઈએ કે ચંદન કપિલ શર્માના હાલના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો પણ હિસ્સો નહોતો. કપિલ અને ચંદનની મિત્રતા ઘણી જૂની છે, જે શોના ઘણાસમય પહેલાથી ચાલતી આવી રહી છે અને બંને વચ્ચેનું બોન્ડિંગ પણ ખૂબ સારું છે. 

 10 સપ્ટેમ્બરથી શો થશે શરૂ
કપિલ શર્માનો આ શો શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ શો ફરી એકવાર 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં કપિલ શર્મા સિવાય અર્ચના પુરણ સિંહ, સિદ્ધાર્થ સાગર, કીકુ શારદા, સૃષ્ટિ રોડે, સુમોના ચક્રવર્તી જેવા કલાકારો હશે. આ શોના સ્પેશિયલ એપિસોડ માટે અક્ષય કુમાર પહેલેથી જ શૂટિંગ કરી ચૂક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

The Kapil Sharma Show

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ