ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / The Indian stock market rose sharply on the first business day of the week today

શેરબજાર / અઠવાડિયાનાં પ્રથમ કારોબારી દિવસે માર્કેટ મજામાં, લીલા નિશાન પર ખૂલ્યા સેન્સેકસ અને નિફ્ટી, જાણો કયા સ્ટોક્સમાં તેજી

Published By: Malay

Last Updated: 11:02 AM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે સેન્સક્સ 274 પોઈન્ટ ઉછળીને 60,067.21 અને નિફ્ટી 79.45 પોઈન્ટ વધીને 17,910.50 પહોંચ્યો

ADVERTISEMENT

  • આજે અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં તેજી
  • સેન્સક્સમાં 274 પોઈન્ટનો ઉછળો
  • નિફ્ટી 79.45 પોઈન્ટ વધીને 17,910.50 પહોંચ્યો

 
Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારે ઉછાળા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીના ઉપલા સ્તરો ટ્રેડિંગ સપ્તાહની સારી શરૂઆતના સંકેત આપી રહ્યા હતા અને તેવું જ થયું. સેન્સેક્સમાં પણ 60,000ની ઉપર ટ્રેડ જોવા મળી રહ્યો છે અને નિફ્ટી પણ 17,910 પર પહોંચ્યો છે. 

 

બજાર કેવું ખુલ્યું?

આજે શેરબજારની શરૂઆત થતાં જ BSEનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 119.15 પોઈન્ટ એટલે કે 0.20 ટકાની તેજીની સાથે 59,912 પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 57.50 પોઈન્ટ એટલે કે 0.32 ટકાના વધારા સાથે 17,890 પર ખુલ્યો.

ઓપનિંગની મિનિટોમાં નિફ્ટી 17900ને પાર, સેન્સેક્સ 60 હજારને પાર

નિફ્ટી ખુલતાની સાથે જ 17900ની સપાટી વટાવી ગયો હતો અને તે શરૂઆતની મિનિટોમાં જ 87.55 પોઈન્ટના 0.5 ટકાના ઉછાળા સાથે 17,920 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પણ 60,000ની મહત્વની સપાટીને પાર કરી ગયો છે અને તે 232.83 પોઈન્ટના ઉછાળા સાથે 60,025 પર ટ્રેડ કરી રહ્યો છે.

આ શેરમાં ઉછાળો

સેન્સેક્સના ટોપ શેરમાં ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ટાટા સ્ટીલ, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક, ડો રેડ્ડીઝ લેબ્સ, ટાઇટન, સન ફાર્મા, ભારતી એરટેલ અને રિલાયન્સ એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે. આ સિવાય M&M, બજાજ ફાઇનાન્સ, ICICI બેન્ક, L&T, નેસ્લે, મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્ક, NTPC, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ITC પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સ-નિફ્ટીના આ શેરમાં નોંધાયો ઘટાડો

કોટક મહિન્દ્રા બેંક, HUL, HDFC અને HDFC બેંક, પાવર ગ્રીડ અને એશિયન પેઇન્ટ્સનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધારે ધરાશાયી શેરોમાં નુકસાન શ્રી સિમેન્ટ, એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ અને એસબીઆઈનો સમાવેશ થાય છે.

પ્રી-ઓપનિંગમાં કેવું રહ્યું શેરબજાર

આજે પ્રી-ઓપનિંગમાં BSEનો સેન્સેક્સ 58 પોઈન્ટના વધારા સાથે 59851ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો અને NSE નિફ્ટી લાલ નિશાનમાં લપસી ગયો હતો. નિફ્ટીમાં 40 પોઈન્ટના વધારા બાદ 17,873 પર કારોબાર જોવા મળી રહ્યો છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Sensex and Nifty bse share market શેર બજારમાં તેજી શેર માર્કેટ Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ