બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / The Gujarat government will provide Rs 1,500 to farmers for the purchase of smartphones
Vishnu
Last Updated: 08:19 PM, 20 November 2021
ADVERTISEMENT
ગુજરાતના ખેડૂતોને લઈ સીએમ ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવા પરિવારમાંથી એક ખેડૂતને મોબાઇલની ખરીદી પર 1500 રૂપિયા સુધી સહાય અપાશે. સરકારે તૈયાર કરેલી 'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે જેનું વ્યાજ સરકાર ભોગવશે, આ માટે કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે અને હવે સહાયની જાહેરાતથી દરેક ખેડૂત માટે સ્માર્ટ ફોન વસાવવો સહેલો બનશે.
ખેડૂતોને 'કનેક્ટ' કરવા ગુજરાત સરકાર આપશે મોબાઈલ ખરીદવા રૂ.1500ની સહાય#gujaratgovernment #vtvgujarati #vtvcard #farmer pic.twitter.com/yo9zSWa28z
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 20, 2021
ADVERTISEMENT
10 ટકા સહાય કે 1500 રૂપિયામાંથી જે ઓછુ હશે તે સહાય અપાશે
આ માટે સરકારે નિયમ પણ રાખ્યો છે કે એક જ ખાતેદારને આ સહાયનો લાભ મળશે તેમજ 10 ટકા સહાય કે 1500 રૂપિયામાંથી જે ઓછુ હશે તેની જ ચુકવણી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મહત્વનું છે 1 લાખ ખેડૂતોને ધિરાણ પર ફોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે.
કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને આપશે ધિરાણ
રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ યોજના લઈને આવી રહી છે, જેમાં 15 હજાર સુધીના કિંમતનો ફોન હવે ખેડતો સહેલાઈથી ખરીદી શકશે, જેમાં વ્યાજ વિના ફોન ખરીદવા માટે સરકાર ધિરાણ આપશે, આ ધિરાણ કોઓપરેટિવ બેન્કો પાસેથી આપવામાં આવશે, એટલું જ નહીં ધિરાણ પરનુ વ્યાજ પણ સરકાર જ ભોગવશે. સાથે જ 1500 રૂપિયાની સહાય પણ મળશે.સરકારે ખેડૂતો માટે ' નો યોર ફાર્મર' યોજના લઈને આવી છે જેમાં ઝીરો ટકા વ્યાજ ખેડૂતોએ ભોગવવાનું રહેશે, એટલે કે ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે, સરકાર ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે ધિરાણ આપશે.આ ધિરાણ કોઓપરેટિવ બેન્ક તરફથી આપવામાં આવશે અને જેનું વ્યાજ સરકાર ભોગવશે. સહાયની રકમ પણ સરકાર ભોગવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.