ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરના મું બહાર પાડવામાં આવ્યા છે. જેને અંતર્ગત રાત્રે 8 થી લઈને 10 વાગ્યા સુધીજ ફટકાડા ફોડી શકાશે. સપ્રિમ કોર્ટના આદેશ મુજબ ફટાકડા ફોડવાને લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. જેથી દરેકે લોકોએ રાતે 8 થી 10ના સમયગાળામાં ફટાકડા ફોડવા પડશે,
ગ્રીન ફટાકડા ફોડવા પર મંજૂરી
ADVERTISEMENT
ગ્રીન ફટાકડા તેમજ માન્યતા પ્રાપ્ત ફટાકડા ફોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંઘ લાદી દેવામાં આવ્યો છે. સાથેજ ક્રિસમસ અને નૂતન વર્ષમાં રાતે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે.
કેવી હોય છે ગ્રીન ફટાકડા ?
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે ગ્રીન ફટાકડા રાષ્ટ્રીય અભિયાન્ક્ષિક સંશોધન સંસ્થાએ શોધ્યા છે. દેખાવમાં આ ફટાકડા સામાન્ય ફટાકડા જેવાજ હોય છે. સાથેજ ગ્રીન ફટાકડાનો અવાજ પણ સામાન્ય ફટાકડા જેવો હોય છે. ઉપરાંત આ ફટાકડા 50 ટકા પ્રદુષણ ઓછું ફેલાવે છે. જેમા સામાન્ય ફટાકડા કરતા અલગ મટિરિયલ વાપરવામાં આવે છે.
શું ફાયદા છે ગ્રીન ફટાકડાના ?
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગ્રીન ફટાકડાને કારણે ધ્વનિ પ્રદૂષણ ઘટે છે. સાથેજ વાતાવરણમાં પણ વાયુ પ્રદૂષણ 50 ટકા જેટલું ઓછું થાય છે. આપને જણાવી દઈએ કે ગ્રીન ફટાકડાને કારણે વાતાવરણમાં વાયુ પ્રદુષણ 50 ટકા ઘટી જાય છે. આ ફટાકડાથી ધૂમડો પણ ઓછો થાય છે અને નુકસાનકારક ગેસ પણ ઓછો પેદા નથી થતો. સાથેજ વાતાવરણમાં સુગંધ પણ પ્રસરી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ