બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:18 AM, 8 January 2025
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સાજણાવદર ગામે પાદરમાં વર્ષો જુનું આઈ જાનબાઈ માનું મંદિર આવેલું છે માતાજીનું મંદિર નાનુ છે પણ આ નાનકડા મંદિર સાથે હજ્જારો લોકોની શ્રધ્ધા જોડાયેલી છે. સાજણાવદર ગામના વડવાઓએ વર્ષો પહેલાં માતાજીની ખાંભી સ્વરૂપે સ્થાપના કરી હતી. તે પરંપરાગત ખાંભી હાલમાં પણ આવેલી છે. સાજણાવદર ગામના લોકોને માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે. દર વૈશાખી પૂનમના દિવસે સાજણાવદર ગામના વડવાઓએ શરૂ કરેલ લાપસીની પરંપરા મુજબ ગામના લોકો સવા કળશી લાપસીની પ્રસાદી બનાવે છે. સાજણાવદર ગામ અને ગઢાળી, ચિરોડા, ગુંદાળા સહિતના આસપાસના ગામના લોકો માતાજીની પ્રસાદી લેવા આવે છે અને માતાજી દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે.
ADVERTISEMENT
150 વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામે આઈ જાનબાઈ માનો જન્મ થયો હતો લોકવાયકા મુજબ દેવી અવતાર જાનબાઈ મા પોતાની બહેનો સાથે દેરડી ગામે જતા હતા ત્યારે રસ્તામાં સાજણાવદર ગામે વિસામો કરવા રોકાયા હતા વિસામા દરમ્યાન માતાજીએ શિવજીની સ્થાપના કરીને શિવ પૂજા કરી હતી. સાજણાવદર ગામના કેટલાક વડીલોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો જાનબાઈમા દેરડી જવા રવાના થયા ત્યારે સાજણાવદર ગામના લોકોએ આઈ જાનબાઈમા અને તેમની બહેનોની ખાંભી બનાવીને પૂજા અર્ચના શરૂ કરી હતી ત્યારથી સાજણાવદર ગામના અને આસપાસના ગામના લોકોને માતાજી પર અતુટ શ્રધ્ધા છે. અને અઢારેય વર્ણના લોકો માતાજીને માને છે.
ADVERTISEMENT
2007 ની સાલમાં અતિવૃષ્ટિ થઈ હતી. ધોધમાર વરસાદ થવાથી કાળુભાર ડેમમાં પાણીની ખૂબ આવક થઈ હતી આસપાસના નદી નાળામાં છલકાઈ ગયા હતા એટલે સાજણાવદર ગામમાં પાણી આવ્યુ હતું તે સમયે સાજણાવદર ગામના લોકોએ આઈ જાનબાઈ માના મંદિરે આવી પ્રાર્થના કરી ગામના લોકોએ માતાજીનું સ્મરણ કરીને પાણીમાં ચુંદડી અને શ્રીફળ મુકતા જ પાણી ઉતરી ગયા હતા અને માતાજીના આશીર્વાદથી સાજણાવદર ગામ પરથી સંકટ ટળ્યું હતું.
સાજણાવદર ગામના પાદરમાં આવેલ આઈ જાનબાઈમાના મંદિરે ગામના લોકોને અતૂટ શ્રધ્ધા છે. ગામના લોકો સવારમાં આઈ જાનબાઈ મા ના મંદિરે માતાજીને માથું ટેકવીને જ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે. સાજણાવદર ગામના લોકો બહારગામ જાય ત્યારે તેમના મકાનને તાળા મારતા નથી અને અત્યાર સુધીમા ગામમાં ક્યારેય ચોરી થઈ નથી.
ગામના લોકોને અતૂટ શ્રદ્ધા છે કે આઈ જાનબાઈમા ગામના રખોપા કરે છે. કેટલાય નિઃસંતાન લોકોના ઘરે માતાજીની કૃપાથી પારણાં બંધાયા છે અઢારેય વર્ણના લોકોને માતાજી પર અતૂટ શ્રધ્ધા છે આઈ જાનબાઈ માનું મંદિર સાજણાવદર અને આસપાસના ગામના લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
આ પણ વાંચોઃ મહાકુંભમાં જવાનો છે પ્લાનિંગ? તો માત્ર પ્રયાગરાજ ફરીને પાછા ન આવતા, જોઇ આવજો આ 5 ઐતિહાસિક સ્થળો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT