ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ચૂંટણીપંચની નિષ્પક્ષતા પુરી થઈ ગઈ', ગુજરાત કોંગ્રેસના ડેલિગેશને કર્યા ગંભીર આક્ષેપ

VIDEO / 'ચૂંટણીપંચની નિષ્પક્ષતા પુરી થઈ ગઈ', ગુજરાત કોંગ્રેસના ડેલિગેશને કર્યા ગંભીર આક્ષેપ

Last Updated: 05:29 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલે કહ્યું કે, ચૂંટણી વખતે મારા વિસ્તારના મતદારોને ગુમરાહ કરાયા છે. અસામાજિક તત્વો દ્વારા મતદારોને મત ન આપવા જવા કહેવાયું હતું

ADVERTISEMENT

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ 4 જૂને આવવાનું છે. ત્યારે તેના પહેલા કોંગ્રેસ ફરી એક વખત એક્શનમાં આવી છે. કોંગ્રેસ પક્ષના ડેલિગેશને ચૂંટણી પંચને કરેલી ફરિયાદો મુદ્દે રજૂઆત કરી છે. ચૂંટણી દરમિયાન કરેલી ફરિયાદો વિશે ચર્ચા કરી છે.

ચૂંટણીપંચની કામગીરી સામે અનેક સવાલો: અમિત ચાવડા

કોંગ્રેસે કરેલી ફરિયાદો અંગે શું એક્શન લેવાયા તે અંગે ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યાં હતા અને વિગતો માંગી હતી. ચૂંટણીપંચ પર કોંગ્રેસ પક્ષના ડેલિગેશનનો ગંભીર આક્ષેપ પણ કર્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે લેખિત અને મૌખિક ફરિયાદો કરી છતાં કોઈ પગલાંઓ લેવાયા નથી. ચૂંટણીપંચની નિષ્પક્ષતા પુરી થઈ ગઈ હોય તેવું લાગે છે. વધુમાં કહ્યું કે, ચૂંટણીપંચની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

વાંચવા જેવું: ખેતરની જમીનમાં જ વોટર પાર્ક ઊભો કરી દેવાયો, તંત્ર દોડતું થઇ ગયું, ફટકારાઇ નોટિસ

મારા વિસ્તારના મતદારોને ગુમરાહ કરાયા: સોનલ પટેલ

ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલે કહ્યું કે, ચૂંટણી વખતે મારા વિસ્તારના મતદારોને ગુમરાહ કરાયા છે. અસામાજિક તત્વો દ્વારા મતદારોને મત ન આપવા જવા કહેવાયું હતું. પછાતવર્ગના લોકોને મત ન આપવા દબાણ કરાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Congress Accuses Election Commission Election 2024 Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ