બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અન્ય જિલ્લા / Cricket / The cricketer who once led the Indian team to the semi-finals, today works as a buffalo-goat herder.
Malay
Last Updated: 12:07 PM, 14 September 2022
ADVERTISEMENT
ભલાજી ડામોરનું નામ ઘણા લોકો ઓછા લોકોએ સાંભળ્યું હશે. ભલાજી પણ ઈન્ડિયન ટીમ માટે ઈન્ટરનેશનલ લેવલ પર ક્રિકેટ રમી ચૂક્યા છે પરંતુ તેમનું જીવન કોહલી, સેહવાગ, ધોની જેવા ક્રિકેટરો જેવું નથી. જે ભલાજી ડામોરે વર્ષ 1998ના બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના દમ પર ભારતીય ટીમને સેમિફાઈનલ સુધી પહોંચાડી હતી. હવે એ જ ભલાજી ડામોર ભેંસ-બકરીઓ ચરાવવાનું કામ કરે છે. સાથે જ આજીવિકા માટે તેઓ નાના-મોટા કામ કરે છે. ભલાજીની કારકિર્દીનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો અને તેમણે કુલ 125 મેચોમાં 3125 રન બનાવ્યા અને 150 વિકેટ લીધી.
ADVERTISEMENT
તત્કાલીન રાષ્ટ્રપતિએ કર્યા હતા વખાણ
અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના રહેવાસી ભલાજી ડામોર તેમની કેટેગરીમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 1998ના બ્લાઈન્ડ વર્લ્ડ કપની મેચની સેમીફાઈનલમાં જ્યારે ભારત દક્ષિણ આફ્રિકાની ટીમ સામે હારી ગયું હતું, ત્યારે પણ શાનદાર પ્રદર્શન માટે તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન (K. R. Narayanan)એ ભલાજી ડામોરની પ્રશંસા કરી હતી. જ્યારે સામાન્ય નેત્ર ક્ષમતા ધરાવતા ક્રિકેટરોને વિકેટ લેવા ઘણી મુશ્કેલીઓ પડે છે, ત્યારે ભલાજી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ બેટ્સમેનોને સરળતાથી આઉટ કરી દેતા હતા.
Bhalaji Damor, star of the 1998 cricket WC for the blind, struggles to earn a living in Sabarkantha(Gujarat) pic.twitter.com/rOvUMCAEAV
— ANI (@ANI) July 11, 2015
એક રૂમવાળા જર્જરિત મકાનમાં રહે છે પરિવાર
હાલમાં ભલાજી ડામોર પીપરાણા ગામમાં પોતાના એક એકર ખેતરમાં પણ કામ કરે છે. તેમના ભાઈનો પણ આ જમીનમાં સમાન હિસ્સો છે. પરિવારની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થઈ શકે એટલી આવક તેમની જમીનમાંથી થતી નથી. તેમની પત્ની અનુ પણ ગામના અન્ય લોકોના ખેતરમાં કામ કરે છે. ભલાજીને સતીશ નામનો 4 વર્ષનો પુત્ર પણ છે, જેની આંખો સામાન્ય છે. પરિવાર પાસે રહેવા માટે એક રૂમવાળુ જર્જરિત મકાન છે. આ મકાનમાં ભલાજીને ક્રિકેટર તરીકે મળેલા સર્ટિફેકેટ્સ અને અન્ય પુરસ્કારોને સંભાળીને રાખેલા છે.
ઘણા પ્રયાસો કરવા છતાં ન મળી નોકરી
જો કે, ભલાજીએ ક્રિકેટના કારણે આખી દુનિયામાં એક ઓળખ બનાવી હતી, પરંતુ એક વખત ક્રિકેટના મેદાનમાંથી બહાર નીકળ્યા બાદ તેમનું જીવન મુશ્કેલીઓની લાંબી ઇનિંગ્સ બની ગયું. તેઓ કહે છે કે, વર્લ્ડ કપ પછી તેમણે નોકરી માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા પણ તેમને નોકરી ન મળી શકી.
ભેંસ અને બકરીઓ ચરાવે છે ભલાજી
ક્યારેક-ક્યારેક ભલાજી વિદ્યાર્થીઓને ક્રિકેટ શીખવવા માટે નજીકની એક બ્લાઈન્ડ સ્કૂલમાં જાય છે. આ માટે તેઓ ખૂબ જ નજીવી રકમ લે છે. જો કમાણીના તમામ સાધનોને ભેગા કરવામાં આવે તો ભલાજીનો પરિવાર મહિને મુશ્કિલથી 3,000 રૂપિયા કમાઈ શકે છે. આ રકમ તે 5000 રૂપિયા કરતા પણ ઘણી ઓછી છે, જે ભલાજીને વર્ષ 1998માં ખેલાડી તરીકે પુરસ્કારમાં મળી હતી. બાળપણમાં પણ ભલાજી ભેંસ અને બકરીઓ જ ચરાવતા હતા. તેનામાં રહેલી ક્રિકેટની પ્રતિભા જોઈને લોકોએ તેમને સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે ક્રિકેટમાં નામ કમાયા પછી પણ તેમને એ જ કામ કરવું પડી રહ્યું છે જે તેઓ પહેલા કરતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Narendra Modi Birthday / RSS સ્વયંસેવકથી PM બનવા સુધીની સફર, દેશ માટે મોદી સરકારના મોટા નિર્ણયો જેને લોકોએ વધાવ્યા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT