બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / The country's cricket board has cut the celebrity of the players due to poor performance in cricket
ADVERTISEMENT
અસલમાં બીસીબીએ ક્રિકેટ પ્રત્યે ખેલાડીઓનું સમર્પણ વધારવા માટે પ્રતિમેચના આધાર પર મહેનતાણાનો માપદંડ અપનાવ્યો છે. આ માપદંડના આધારે જો ખેલાડી સારું પ્રદર્શન કરે તો તેનું વેતન વધારી દેવામાં આવે છે અને ખેલાડીઓ ખરાબ પ્રદર્શન કરે તો તેમનું વેતન ઘટાડી દેવામાં આવે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ખેલાડીઓએ આ સમજૂતી પર હસ્તાક્ષર કરવાની મંજૂરી પણ આપી દીધી છે. આ જ નિયમના કારણે હવે બીસીસીએ ખેલાડીઓની સેલરી કાપી લેવાનો નિર્ણય કર્યો છે.

ADVERTISEMENT
૨૦૧૭ પહેલાં આયોજિત પ્રત્યેક ટેસ્ટ માટે આઠ પોઇન્ટ અને ૨૦૧૮-૧૯માં આયોજિત પ્રત્યેક ટેસ્ટના ૧૦ પોઇન્ટ નક્કી કરાયા છે. આ ઉપરાંત ખેલાડીના નામ પર દરેક વન ડેમાં ચાર પોઇન્ટ અને ૨૦૧૭ સુધી પ્રતિ ટી-૨૦ મેચ માટે ત્રણ પોઇન્ટ જોડવામાં આવ્યા છે. મુશ્ફિકુર પાસે સૌથી વધુ પોઇન્ટ છે, જેના ટેસ્ટ પોઇન્ટ ૫૭૪ છે અને નિર્ધારિત ઓવરની મેચના ૧૧૭૨ પોઇન્ટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.