ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / The company has released a free plan of Rs 49

કામની વાત / આ કંપનીએ ફ્રી કર્યો 49 રૂપિયાનો પ્લાન, ડબલ ટોકટાઇમ સાથે 11.5 કરોડ ગ્રાહકોને મળશે બીજા લાભ

Last Updated: 01:18 PM, 22 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન ઇન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે.

ADVERTISEMENT

  • આ કંપનીના 11.5 કરોડ ગ્રાહકોને થશે ફાયદો 
  • 49 રૂપિયાના પ્લાનને કર્યો ફ્રી 
  • 79 રૂપિયાના પ્લાનમાં મળશે ડબલ ફાયદો 

હવે ગ્રાહકોને 49 રૂપિયાનો રિચાર્જ પ્લાન મફતમાં આપવામાં આવશે સાથે જ જો કોઇ ગ્રાહક 79 રૂપિયાનો પ્લાન કરાવશે તો તેમાં તેને ડબલ ટોકટાઇમ મળશે. 

11.5 કરોડ ગ્રાહકોને મળશે લાભ 
Viના જણાવ્યા અનુસાર આ પ્રીપેડ રિચાર્જ પ્લાન્સનો લાભ 115 મિલીયન લો ઇન્કમવાળા ગ્રાહકોને મળશે. આ ઓફર સાથે ગ્રાહકોને સુરક્ષિતરૂપથી હંમેશા કનેક્ટેડ રહેવા અને મહામારીમાં જરૂરી જાણકારી સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે. 

Viના 49 રૂપિયાના પ્લાનનો ફાયદો 
કંપનીના કહ્યાં અનુસાર 49 રૂપિયાના પ્રીપે઼ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને 38 રૂપિયાનો ટોકટાઇમ મળશે. તે સાથે જ ગ્રાહકને કંપની સાથે કનેક્ટેડ રહેવા માટે 300 MB મફત ડેટા પણ મળશે. જેની વેલિડીટી 28 દિવસની રહેશે. જો કે આ પ્લાનમાં કોલિંગ ફ્રી નહી મળે. કોલિંગ માટે પ્રતિ મીનીટ 0.25 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. 

Viના 79 રૂપિયાના પ્લાનના ફાયદા 
પોતાના લો ઇન્કમવાળા ગ્રાહકો માટે કંપનીએ કોમ્બો વાઇચર RC79માં ડબલ ટોકટાઇમ આપવાની વાત કરી છે અને અત્યાર સુધી આ પ્લાનને એક્ટિવેટ કરવા પર ગ્રાહકને 64 રૂપિયાનો ટોકટાઇમ મળતો હતો અને 200MB ઇન્ટરનેટ મળતુ હતુ જેવી વેલિડીટી 28 દિવસ હતી પરંતુ હવે કંપની ગ્રાહકોને ડબલ ફાયદો આપશે. જો તમે 79નું રિચાર્જ કરાવશો તો 128 રૂપિયાનું ટોકટાઇમ મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Prepaid Recharge Plans Utility VI Vodafone Idea Recharge Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ