બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર જ નહીં પરંતુ બિઝનેસમાં પણ સુપરહિટ છે. બેટિંગમાં વિરાટ કોહલીનો કોઈ જવાબ નથી. તેમણે આજ સુધી ઘણા વિશ્વ રેકોર્ડ્સ પોતાનાં નામે કરેલા છે ત્યાં ભારતીય સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુમાં પણ કોહલી સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે આવ્યા છે. સતત ત્રીજા વર્ષે વિરાટ કોહલી પ્રથમ નંબર પર છે.
ADVERTISEMENT
અમેરિકન ગ્લોબલ એડવાઇઝરી કંપની ડફ એન્ડ ફેલ્પ્સના અહેવાલ અનુસાર વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ લગભગ 1691 કરોડ રૂપિયા છે જે કોઈ પણ ભારતીયની બ્રાન્ડ વેલ્યુથી સૌથી વધારે છે. નોંધનીય છે કે ભારતીય ટીમનાં બીજા દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા કરતા 10 ગણી બ્રાન્ડ વેલ્યુ વિરાટ કોહલીની છે.

ADVERTISEMENT
બ્રાન્ડ વેલ્યુની વાત કરીએ તો આ યાદીમાં અનેક બોલિવૂડ હસ્તીઓનો સમાવેશ થાય છે. અભિનેતા અક્ષયકુમાર આ યાદીમાં વિરાટ કોહલી બાદ બીજા સ્થાને છે. બોલિવૂડના 'ખિલાડી'ની કુલ બ્રાન્ડ વેલ્યુ 745 કરોડ રૂપિયા છે.

ADVERTISEMENT
બોલિવૂડની જાણીતી જોડી એટલે કે દીપિકા અને રણવીર પણ આ યાદીમાં સામેલ છે. નોંધનીય છે કે બંને પતિ-પત્ની સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. દીપિકા અને રણવીરની બ્રાન્ડ 666 કરોડ રુપિયા છે.

ADVERTISEMENT
તે બાદ શાહરૂખ ખાન અને સલમાન ખાનની બ્રાન્ડ વેલ્યુ અનુક્રમે 471 કરોડ અને 397 કરોડ રૂપિયા છે. પૂર્વ દિગ્ગજ ક્રિકેટ ખેલાડી એમ એસ ધોની 294 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે 9માં સ્થાન પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.