બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / The biggest reason for Team India's defeat came to light, what happened to the laborers trapped in the Uttarakhand tunnel for 8 days? Meteorological Department's cold forecast

2 મિનિટ 12 ખબર / ટીમ ઈન્ડિયાના હારનું સૌથી મોટું કારણ આવ્યું સામે, ઉત્તરાખંડ ટનલમાં 8 દિવસથી ફસાયેલા મજૂરોનું શું થયું? હવામાન વિભાગની ઠંડી આગાહી

Vishal Khamar

Last Updated: 11:32 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન ગડકરીએ મજૂરોને બચાવવા તે ઉત્તરાખંડ સરકાર અને ભારત સરકારની જવાબદારી તો બીજી તરફ વડાપ્રધાન બ્રજ રજ ઉત્સવમાં શામેલ થશે.

India vs Australia Final : Australia becomes 6th world cup champion

વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અજેય બન્યું છે. વધુ એક વાર ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ છ વિકેટથી ભારતને હરાવીને છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે બીજી વાર હાર્યું છે. આ પહેલા 2003ની સાલમાં પણ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરીને ભારતે 50 ઓવરમાં 240 રન કર્યાં હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લઈને ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો હતો. 

IND vs AUS Final: Why did India lose to Australia in the World Cup final? 5 Big Reasons for Team India's Defeat

ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો જોઈએ તો, ભારતીય ફિલ્ડરો પાસેથી ચુસ્ત ફિલ્ડિંગની અપેક્ષા રાખવામાં આવી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના ફિલ્ડરોએ મોટા પ્રસંગે નિરાશ કર્યા.આ વર્લ્ડ કપમાં ભારતીય બોલરોએ ઘણો પ્રભાવ પાડ્યો હતો, પરંતુ ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની સામે તેઓ ફ્લોપ સાબિત થયા હતા.ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા હતા.   ભારતીય બોલરોએ ઘણા વધારાના રન આપ્યા હતા.  વિકેટકીપર તરીકે કેએલ રાહુલે ઘણા મિસફિલ્ડ કર્યા હતા. ભારતીય બોલરોએ 18 વધારાના રન આપ્યા હતા. જેમાં 7 બાય અને 11 વાઈડનો સમાવેશ થાય છે.
03.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી વડાપ્રધાન રાજભવન પહોંચ્યા હતા. જ્યાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને આગામી કાર્યક્રમો પર ચર્ચા થશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ રહી છે. મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી અને 81 રનના સ્કોર પર પોતાની પ્રથમ 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ કોહલીએ કેએલ રાહુલ સાથે મળીને ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને સ્કોરને આગળ વધાર્યો હતો. પરંતુ આ સમય દરમિયાન સુરક્ષામાં મોટી ભૂલ થઈ હતી. એક દર્શક અચાનક મેદાનમાં ઘુસી ગયો અને વિરાટ કોહલી પાસે જઈને તેને પાછળથી પકડી લીધો. આ દર્શક બીજું કોઈ નહીં પરંતુ પેલેસ્ટાઈનનો નો સમર્થક હતો અને તેણે આવીને પાછળથી પકડી લેતા ઘડીક ભર તો તે ડરી ગયો હતો. સિક્યુરીટી મેને તાબડતોબ આવીને તેને બહાર લઈ ગયા હતા. તેણે પેલેસ્ટાઇનના ધ્વજ સાથે માસ્ક પણ પહેર્યું હતું. આ ઘટના ભારતીય ઈનિંગ દરમિયાન 14મી ઓવરના ત્રીજા બોલ બાદ બની હતી. 

Disappointing record of Indian batsmen

ગત રોજ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં શ્રેયસ અય્યર 11મી ઓવરમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ જબરદસ્ત પારી ખેલી 50 ઉપરાંત રન કર્યા હતા. પરંતુ તેમને બાઉન્ડ્રી માટે તડપવું પડ્યું હતું. આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ છે કે 11મી અને 40મી ઓવરની વચ્ચે ભારતીય બેટ્સમેનો માત્ર 2 ચોગ્ગા મળ્યા હતા. આ સ્કોરને ઇન્ડિયાનો સૌથી ખરાબ સ્કોર માનવામાં આવે છે.

PM Modi watched India-Australia match sitting in Narendra Modi Stadium, Amit Shah was also present, watch video

વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિય ખાતે રમાઈ રહી છે. ત્યારે મેચ જોવા માટે અનેક રાજકીય નેતાઓ, બોલિવૂડ કલાકારો, બિઝનેસમેન અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. રાત્રે વડાપ્રધાન મોદી પણ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. 

ઓસ્ટ્રેલિયાનાં નાયબ પ્રધાનમંત્રી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,  કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, તેમજ બોલિવૂડનાં સ્ટાર કલાકારો શાહરૂખ ખાન, સલમાન ખાન, કેટરીનાં કેફ, તેમજ સચિન તેડૂલકર સહિતનાં અનેક સ્ટાર ખેલાડીઓ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે મેચ જોવા આવી પહોંચ્યા હતા.

nitin gadkari said on uttarakhand tunnel accident if auger machine works properly we will be able to reach victims

નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, ‘મજૂરોને બચવા તે ઉત્તરાખંડ સરકાર અને ભારત સરકારની પ્રાથમિકતા છે. અધિકારીઓ સાથે 2 કલાક બેઠક કરી છે. ભારત સરકારની વિવિધ એજન્સીઓ આ બાબતે કામ કરી રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલય પણ આ બાબતે ખાસ ધ્યાન આપી રહ્યું છે. ટનલ નિષ્ણાંતો અને બીઆરઓના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. પીડિતોને ખોરાક, દવા અને ઓક્સિજન પૂરો પાડવો તે પ્રાથમિકતા છે.’

mathura banke bihari mandir pm modi will visit banke bihari for first time no entry for devotees in  temple

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 નવેમ્બરના રોજ ઠાકુર બાંકે બિહારીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રજ રજ ઉત્સવમાં પણ શામેલ થશે. પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારમાં અભેદ્ય સુરક્ષા ઊભી કરવામાં આવશે. 

સરકાર ટ્વિટરને છોડવાના મૂડમાં નહીં, હોદ્દો સંભાળતા જ નવા IT મંત્રી વૈષ્ણવે  જુઓ શું કહી દીધું I Government not in mood to spare Twitter, new IT  minister Ashwini Vaishnav warns ...

કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ચેતવણી આપી હતી કે જો તેઓ ડીપફેક્સને દૂર કરવા માટે પગલાં નહીં લે તો માહિતી અને તકનીકી અધિનિયમમાં સેફ હાર્બર સેક્શન હેઠળ તેઓ જે છૂટ છે તે લાગુ નહીં કરે. સેક્શન અનુસાર યુઝર્સ દ્વારા તેના પર પોસ્ટ કરવામાં આવેલ કન્ટેન્ટ માટે ઓનલાઈન પ્લેટફોર્મ જવાબદાર ન હોઈ શકે.

Delhi Weather: Strong winds will blow in Delhi, IMD gives good news, how will the weather be this week?

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાંથી નબળી શ્રેણીમાં સુધરી છે. આ દરમિયાન હવામાનશાસ્ત્રીઓએ પણ દિલ્હીના લોકો માટે એક સારા સમાચાર આપ્યા છે. સ્કાયમેટ વેધરના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં બે દિવસ પછી એટલે કે 21 નવેમ્બરથી જોરદાર પવન ફૂંકાશે, જે હવાની ગુણવત્તામાં સુધારો દર્શાવે છે. એક પ્રકાશ વિક્ષેપ પણ પર્વતો સાથે અથડાઈ શકે છે, જેના કારણે ઊંચા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડી વધશે.

space station build 2035 send an indian to the moon 2040 union minister jitendra singh

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એરોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાને 75 વર્ષ પૂર્ણ થવાના મોકા પર આયોજિત થયેલ સમારોહમાં આ નિવેદન આપ્યું છે. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, AESI હંમેશા ભારતમાં નવાચાર કેન્દ્ર અને સહયોગનો મંચ તથા એરોસ્પેસ ક્ષેત્ર માટે પ્રેરણાસ્ત્રોત રહી છે. ભારતે 9-10 વર્ષોમાં વિજ્ઞાન તથા ટેકનોલોજી, વિમાન ક્ષેત્ર અને એરોસ્પેસમાં પ્રગતિ કરી છે. વર્ષ 2020માં અંતરિક્ષ ક્ષેત્રની સંભાવનાઓ પછી 2014માં 4-5ની સરખામણીએ હાલમાં 150 પ્રોદ્યોગિકી સ્ટાર્ટઅપ કાર્ય કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ