બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / The bank also offers life insurance cover on debit cards

તમારા કામનું / શું વાત છે! ડેબિટ કાર્ડના ઉપયોગ કરવા પર મળશે ફ્રી ઇન્શ્યોરન્સ કવર? જાણો કેવી રીતે કરી શકશો ક્લેમ

Pooja Khunti

Last Updated: 01:41 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ઓછા લોકો જાણતા હશે કે બેન્ક ડેબિટ કાર્ડ પર જીવન વીમા કવર પણ આપે છે. જો તમારી સાથે કોઈ ઘટના અથવા છેતરપિંડી થાય છે, તો તમને તેના પર વીમા કવર મળે છે. ઘણી બેન્કો ડેબિટ કાર્ડ વપરાશકર્તાઓના મૃત્યુનાં કિસ્સામાં વીમો પણ આપે છે.

  • HDFC અને ICICI બેન્ક
  • જો તમને પોલિસી નંબર ન મળે તો ચિંતા કરશો નહીં
  • વ્યક્તિનું મૃત્યુ પ્રમાણ પત્ર અને KYC જરૂરી હોય છે

આજે લગભગ લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ડેબિટ કાર્ડની મદદથી જ તમે ATM થી પૈસા ઉપાડી શકો છો. ઘણા ઓછા લોકો જાણતા હશે કે બેન્ક ડેબિટ કાર્ડ પર જીવન વીમા કવર પણ આપે છે. જો તમારી સાથે કોઈ ઘટના અથવા છેતરપિંડી થાય છે, તો તમને તેના પર વીમા કવર મળે છે. ઘણી બેન્કો ડેબિટ કાર્ડ વપરાશકર્તાઓના મૃત્યુનાં કિસ્સામાં વીમો પણ આપે છે. 

SBI બેન્ક 
અલગ-અલગ બેન્કો અલગ-અલગ વીમો આપે છે. ઘણી બેન્કનો વીમો 3 કરોડ સુધીનો હોય છે. જો તમે SBI નાં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં હોય તો એક્સિડેન્ટમાં મૃત્યુ થવા પર 4 થી 10 લાખ રૂપિયાનું કવર મળે છે. રસ્તા પર દુર્ઘટનાનાં કારણે મૃત્યુ થાય તો 2 થી 5 લાખનું કવર મળે છે. 

HDFC અને ICICI બેન્ક
HDFC બેન્કનાં અલગ-અલગ કાર્ડ પરની શરતો પ્રમાણે તમને 5 લાખ રૂપિયાથી લઈને 3 કરોડ સુધીનું વીમા કવર મળે છે. ICICI બેન્ક 50 હજારથી લઈને 30 લાખ રૂપિયા સુધી વીમા કવરેજ આપે છે. 

વાંચવા જેવું: આધાર કાર્ડને લઇને મોટા સમાચાર: નામાંકનથી લઇને અપડેટ કરવા સુધી..., નિયમમાં કરાયા ફેરફાર

જો તમને પોલિસી નંબર ન મળે તો ચિંતા કરશો નહીં 
તમને પોલિસી નંબર નથી મળતા. ગ્રુપ પોલિસી તેનું મોટું કારણ છે. એટલા માટે પોલિસી નંબર નથી મળતો. દરેક ખાતાધારકે તેની બેન્ક શાખાની મુલાકાત લેવી જોઈએ અને કાર્ડ પર ઉપલબ્ધ વીમા અને તેનાથી સંબંધિત નિયમો અને શરતો વિષે માહિતી મેળવવી જોઈએ. આ ઉપરાંત તમારે બેન્કની નોમિની વિશે પણ માહિતી મેળવવી જોઈએ.  

KYC 
વીમો લેવા માટે KYC કરાવવું જરૂરી છે. જે વ્યક્તિ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હોય તેણે બેન્કની શાખા પર જઈને KYC અને અન્ય જરૂરી દસ્તાવેજ જમા ન હોય તો તાત્કાલિક જમા કરાવી દેવા જોઈએ. વ્યક્તિગત અકસ્માત વીમોનો દાવો કરવા માટે ગ્રાહકનું મૃત્યુ પ્રમાણ પત્ર અને KYC જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ