બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / હિમજા માતાનું 6 સદી જૂનું પૌરાણિક મંદિર, જ્યાં દર્શન માત્રથી મળે શેરમાટીની ખોટ પુરાય છે

દેવ દર્શન / હિમજા માતાનું 6 સદી જૂનું પૌરાણિક મંદિર, જ્યાં દર્શન માત્રથી મળે શેરમાટીની ખોટ પુરાય છે

Krutarth Joshi

Last Updated: 11:16 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષો જૂના નાના દેરાને પાલડી ગામના પટેલ સમાજના લોકોએ મળીને ૨૦૦૦ની સાલમાં મોટુ મંદિર બનાવ્યુ છે. જેમાં અનેક દેવી દેવતા બિરાજમાન કરવામાં આવ્યા.

Ahmedabad News : અમદાવાદના પાલડીમાં કલ્યાણકારી હિમજા માતા બિરાજમાન છે. માતાજીનું મંદિર આશરે છ દાયકા પૌરાણિક છે. લોકવાયકા પ્રમાણે માતાજી પહેલા હિમાલયપુત્રી તરીકે હિંબડી નામે પ્રગટ થયા હતા. અમીદ્રષ્ટી વરસાવતી મા હિમજા સંતાન સુખ આપનારી અને ભક્તોના દુ:ખ દૂર કરનારી છે. આજે દેવદર્શનમાં પાલડીમાં બિરાજમાન હિમજા માતાજીના દર્શન કરીશુ અને જાણીશું મંદિરનો રોચક ઈતિહાસ.

અમદાવાદના પાલડી ગામમાં આશરે 600 વર્ષથી માં હિમજા બિરાજમાન છે. પુરાણો અનુસાર હિમજા માતાજી હિમાલયની પુત્રી હિંબડી નામે પ્રથમ પ્રગટ થયા હતા અને બાદમાં હિમજા માતાના નામથી ઓળખાવા લાગ્યા. વર્ષો પહેલા પાલડી ગામમાં ઝરોળા સમાજના વણિક પરિવારો રહેતા હતા. અને માતાજીની પૂજા કરતા હતા. આશરે ૪૦૦વર્ષ પહેલા વણિક પરિવારો આ ગામ અને છોડી બીજે વસવાટ કરવા જતા રહ્યા હતા. એટલે આ પૌરાણિક મંદિરમાં બિરાજમાન હિમજા માતાજીની બટુક મૂર્તિની સેવા પુજા પાલડી ગામના પટેલ સમાજના પરિવારો કરવા લાગ્યા અને હાલ પણ તે પરંપરા ચાલુ છે.

મંદિરનું એ જ જગ્યાએ નવનિર્માણ કરી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી નવી મોટી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અને જૂની નાની મૂર્તિ નાના ગોખમાં બિરાજમાન કરવામાં આવી છે. ગુજરાતમાં આ મંદિરનું પ્રથમ દેવસ્થાન બનાસકાંઠામાં રાઘનપુરના દેવ ગામમાં છે. જ્યારે પાલડી બીજૂ સ્થાન છે. પહેલા સ્થાનથી દિવ્ય જ્યોતિ લાવી આ મંદિરમાં અંખડ જ્યોત રૂપે પ્રજ્વલિત રાખવામાં આવી છે. પાલડી ગામના પાટીદાર આ મંદિરમાં બિરાજમાન હીમજા માતાજીને 400 વર્ષથી કુળદેવી રુપે પૂજે છે.

ગામ માતા તરીકે પૂજાતા હિમજામાતાના મંદિરે પાલડી ગામના પાટીદાર સમાજના લગ્નની છેડાછેડી અને બાળકોની બાબરી કરવામાં આવે છે. અહીં આવતા ભક્તોની તમામ મનોકામના માતાજી પૂર્ણ કરે છે. ગ્રામવાસીઓ આ દેવસ્થાને આરતી, પુજા, યજ્ઞ, હવન તેમજ તમામ તહેવારોની રંગેચંગે ઉજવણી કરે છે. દિવાળીમાં માતાજીની માંડવી અને પલ્લીનો મહોત્સવ કરવાની વર્ષો જૂની પરંપરા છે.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી નવા વર્ષ પર પાઠવી શુભેચ્છાઓ

વર્ષો જૂના નાના દેરાને પાલડી ગામના પટેલ સમાજના લોકોએ મળીને 2000 ની સાલમાં મોટુ મંદિર બનાવ્યુ છે. જેમાં અનેક દેવી દેવતા બિરાજમાન કરવામાં આવ્યા. મંદિરમાં આકર્ષક કોતરણી કરવામાં આવી છે. વિવિધ ડિઝાઇનોથી મંદિરના ઘુમ્મટને શણગારવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ પાલડી મંદિરે પગપાળા આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. સમગ્ર અમદાવાદમાંથી ભાવિકો અહીંયા મંગળવારે અને રવિવારે માતાજીના દર્શન કરવા અવશ્ય આવે છે.

નવરાત્રીમાં ગામની મહિલાઓ મંદિરે નવ દિવસ ગરબાનું આયોજન કરે છે. 600 વર્ષ જૂના હિમજા મંદિરમાં ચૈત્રી, આસો નવરાત્રિ, દિવાળીના અને બીજા તમામ તહેવારોની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. વર્ષ દરમિયાન પાલડીના તમામ જ્ઞાતિ તરફથી અલગ અલગ નક્કી કરેલી તિથિ પ્રમાણે હોમ-હવન અને ઉજવણી કરવામાં આવે છે. હિમજા મંદિરમાં પૂજા પાઠ અને માતાજીના ભજન કરવામાં આવે છે. માતાજીને અન્નકુટનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને દેવ દિવાળીના દિવસે મંદિરને લાઈટોથી શણગારવામાં આવે છે.

ભાવિકોની હિમજા માતાજી પ્રત્યેની ખૂબ જ શ્રદ્ધા છે. ભાવિકો દૂરદૂરથી હિમજા માતાજીના મંદિરે માતાજીના આશીર્વાદ લેવા ઉમટે છે. મંદિરમાં ભજન કીર્તન અને આંનદના ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. અને રાત્રે ભવ્ય રાસ ગરબા કરવામાં આવે છે, જેમાં પાલડી ગામના લોકો ગરબા રમી માતાજીના દર્શન કરી ધન્ય થાય છે. પાલડી ગામની અઢારે આલમનું આસ્થાનું પ્રતીક છે હિમજા માતાનું મંદિર.

મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અઠવાડિયામાં દર મંગળવારે અને રવિવારે મંદિરે દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. મંદિરમાં પાંચ રવિવાર સતત દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે, જેના કારણે દર રવિવારે મંદિર ભક્તોથી ઉભરાય છે. આસો નવરાત્રીમાં આવતા રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે. અને માતાજીને શીશ નમાવી ધન્ય થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Digital Paldi Himja Mata Temple Ahmedabad News
Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ