બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:41 PM, 25 December 2022
ADVERTISEMENT
નાતાલનો તહેવાર અન્ય તહેવારોની જેમ પોતાની સાથે ઘણી ખુશીઓ અને આશાઓ લઈને આવે છે. ઉત્સવમાં આવવાનો આનંદ અને વર્ષના અંત સુધીમાં નવા વર્ષમાં નવા અનુભવો મળવાની આશા હોય છે પણ આ લાગણી માત્ર માણસો સુધી જ કેમ મર્યાદિત હોવી જોઈએ? પ્રાણીઓને પણ તહેવારો ઉજવવાનો અધિકાર હોવો જોઈએ, કારણ કે તેઓ પણ ઈશ્વરે બનાવેલા જીવો છે. આ વાત પર વિશ્વાસ કરીને એક વ્યક્તિએ ક્રિસમસના તહેવારે રસ્તા પર રખડતા બેઘર કૂતરાઓ માટે એક પાર્ટીનું આયોજન કર્યું અને તે કૂતરાઓ માટે ક્રિસમસ પર જોરદાર જમવાનું લાવ્યો તેમજ તેમને ખાસ ભેટ પણ આપી.
Today was a home cooked Christmas dinner and a gift for each of the stray street dogs I look after here in Thailand.
— Niall Harbison (@NiallHarbison) December 21, 2022
Hopefully a day they will never forget 🥰🙏 pic.twitter.com/kwgfYNveAj
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ યુઝર નિઅલ એ ડિજિટલ કન્ટેન્ટ સર્જક છે અને થાઇલેન્ડમાં રહે છે અને ત્યાં રખડતા કૂતરાઓની સાર-સંભાળ રાખે છે. તેના ઇન્સ્ટાગ્રામ બાયો મુજબ તે એક મહિનામાં લગભગ 10,000 કૂતરાઓને બચાવવા અને ખવડાવવાનો પ્રયાસ કરે છે. હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે લગભગ 100 કૂતરાઓ માટે ક્રિસમસ પાર્ટી ગોઠવતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
કૂતરાઓને નાતાલની ભેટ આપી
તે વ્યક્તિ તેની કારમાં 100 પ્લેટ ફૂડ અને ઘણાં સોફ્ટ ટોય રાખેલા જોવા મળે છે. જે કૂતરાઓમાં વહેંચે છે. તેમણે લખ્યું છે કે, આખી દુનિયામાં શેરી કૂતરાઓનું જીવન મુશ્કેલ છે, પરંતુ અહીં થાઇલેન્ડમાં અમે 100 કૂતરાઓના આ જૂથને આજે ખૂબ જ વિશેષ અનુભવ કરાવ્યો છે. હું તેને મારા જીવનનું સર્વશ્રેષ્ઠ ભોજન બનાવવા માટે સવારે 4.30 વાગે ઉઠ્યો હતો અને લોકો મને રમકડા મોકલવ્યા હતા તે મેં સાચવી રાખ્યા હતા. આમાંના મોટાભાગના કૂતરાઓએ તેમના જીવનમાં ક્યારેય રમકડું જોયું ન હતું તેવા પણ હતાં મેં તે રમકડાં પણ ભેટમાં આપ્યાં. દવાઓ, સાર સંભાળઅને દૈનિક પૌષ્ટિક ખોરાક કૂતરા માટે પણ ખૂબ જ જરૂરી હોય છે. તેણે લખ્યું કે, મને લાગે છે કે માણસોની જેમ કેટલીકવાર કૂતરાઓને વિશેષ અનુભવ કરાવવો જોઈએ, તેઓએ પણ જીવનનો આનંદ માણી શકે. અને કૂતરાઓ આ દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. તેણે લખ્યું કે, આ વીડિયો કિરા અને વાલ્કો નામના બે કૂતરાઓની યાદમાં બનાવવામાં આવ્યો છે જેઓ તાજેતરમાં આયર્લેન્ડમાં મૃત્યુ પામ્યા હતા. તેમના માલિકો તેમના માટે કંઈક ખાસ કરવા માંગતા હતા અને મને લાગે છે કે તે આજે એ ખૂબ જ ગર્વ અનુભવતા હશે.
વિડિયો થયો વાયરલ
આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 5 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાના રિવ્યું પણ આપ્યા છે. તેને ધ ડોડો નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પોસ્ટ કરવામાં આવ્યું છે જ્યાં તેને 37 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો આ વ્યક્તિની દરિયાદિલીની વાહવાહી કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.