બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Textbook price hike standard rate

શિક્ષણ / ધો. 1 થી 12નાં પાઠ્યપુસ્તકોના ભાવમાં થયો તોતિંગ વધારો

Published By: vtvAdmin

Last Updated: 02:39 PM, 1 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા શૈક્ષણિક વર્ષ જૂન-ર૦૧૯ના ૧૦ જૂનથી શરૂ થતી શાળાઓ પહેલાં વાલીઓના વાર્ષિક બજેટ પર મોટી અસર પડી છે. ઘણી શાળાઓએ ફીમાં બેફામ વધારો કર્યો છે તો બીજી તરફ ધોરણ–૧૦ અને ૧રના વિજ્ઞાનપ્રવાહનાં પુસ્તકોમાં ૩૦૦ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે, જ્યારે ધોરણ-૧ થી ૧રનાં પાઠ્યપુસ્તકોમાં પણ ૮૦ થી ૧૦૦ ટકા સુધીનો બેફામ વધારો કરી દેવામાં આવતાં વાલીઓ પર વધુ એક બોજ આવ્યો છે.

ધોરણ-૧ર સાયન્સ અંગ્રેજી માધ્યમનાં પુસ્તકોના ભાવ ૮૦ ટકા સુધી વધ્યા છે, જ્યારે ધોરણ-૧૦ના ગુજરાતી–અંગ્રેજી માધ્યમનાં ગણિત–વિજ્ઞાનના પુસ્તકોનો ભાવ ૫૦ ટકા વધ્યો છે. હજુ તો આ પુસ્તકો બજારમાં પહોંચ્યાં નથી. નવાં પુસ્તકો જે આવ્યાં છે તેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાનના કુલ મળી ભાવ રૂ.૯૩૭ થયા છે.

જ્યારે ધોરણ-૯નાં નવાં પુસ્તકો આવ્યાં છે તેમની કિંમત પણ વધારે છે, જેમાં હાલ ચાલતાં પાઠ્યપુસ્તકોની કિંમત રૂ.૧૧ર છે તેની નવા પુસ્તકની કિંમત રૂ.ર૭૬ કરાઈ છે, જ્યારે વાણિજ્યનાં મૂળ તત્ત્વોની કિંમત અત્યારે ચાલતા પુસ્તકની કિંમત રૂ.પ૩ છે તેની કિંમત વધારીને રૂ.૧૪૩ ચૂકવવી પડશે. ધોરણ-૯માં જ વ્યવહાર અને સેક્રેટરિયલ  પ્રેકિટસ નવા પાઠ્યપુસ્તકની કિંમત હાલ રૂ.૭૬ છે તે વધારીને ૧પ૩ કરાઈ છે.

આમ, આ ત્રણ વિષયનાં પુસ્તકો જૂના ભાવે ખરીદો તો રૂ.ર૪૧ થતાં હવે નવાં પુસ્તકો માટે રૂ.પ૭ર ચૂકવવા પડશે. આમ, ધોરણ-૧થી ૧ર સુધીમાં સરેરાશ ૮૦ ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે. ધોરણ-૧૦ અને ૧રનાં પાઠ્યપુસ્તકોના ભાવ વધવાની સાથે જ ખાનગી પ્રકાશનોએ પણ  ધોરણ-૧થી ૯નાં પુસ્તકોના ભાવ વધારી દીધા છે.

ધોરણ-૧૦નાં પુસ્તકોમાં વિજ્ઞાનના ભાવ ૮૯ના ૧૪૯,ગણિતના ૯૧ના ૧ર૬, જીવવિજ્ઞાન ભાગ-૧ના પપના ૧પ૩, ભાગ-રના રૂ.૭૬, રસાયણ વિજ્ઞાન ભાગ-૧ના ૮૪ના ૧પ૩, ભાગ-રના ૯૭ના ૧૦૪, ભૌતિક વિજ્ઞાન ભાગ-૧ના ૯રના ૧પ૩, ભાગ-રના ૯૭ના ૧પ૩, ગણિત ભાગ-૧ના ૯૪ના ૧૦૪ અને ગણિતના ભાગ-રના ૯૪ના ૧૧૭ રૂપિયા કરવામાં આવ્યા છે.

આ અંગે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર હરેશ લિંબાચિયાએ જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક સત્ર જૂન-ર૦૧૯થી એનસીઈઆરટીનાં ભાષાનુવાદ કરાયેલાં પુસ્તકો તૈયાર કરાયાં છે. તેથી આ નવાં પુસ્તકોની કિંમત વધારે છે, જેથી નિયત ધારાધોરણ મુજબ પુસ્તકોની કિંમત નક્કી કરાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Book Gujarat News Price Textbook hike school student Education

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ