બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / tesla in india to discuss setting up its plant in india for electric car manufacturing

બિઝનેસ / મેક ઈન ઈન્ડિયા Tesla કાર બનાવવા તૈયાર થયા એલોન મસ્ક? જલ્દી થઈ શકે છે મોટું એલાન, પહેલા ટેક્સ સામે હતો વાંધો

Arohi

Last Updated: 12:51 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tesla Electric Cars: ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની એક વખત ફરી ભારતમાં પોતાની ગાડીઓનું વેચાણ કરવા માટે ઉત્સુક છે. જેને ગયા વર્ષે ટેક્સમાં કપાતને લઈને વાત ન બનવા પર સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

  • ભારતમાં ગાડીઓનું વેચાણ કરવા ઉત્સુક Tesla 
  • જલ્દી થઈ શકે છે મોટું એલાન
  • પહેલા ટેક્સ સામે વાંધો હોવાના કારણે હોલ્ડ પર હતી ડિલ 

એક રિપોર્ટ અનુસાર અમેરિકી ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાએ ભારત સરકારના અધિકારીઓ સામે એક ફેક્ટ્રી સેટઅપ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. જેમાં કંપની ભારતની સાથે સાથે અન્ય દેશોમાં વેચાણ માટે કાર બનાવી શકે છે. 

 

કંપની તરફથી આ પ્રપોઝલ ત્યારે આવ્યું જ્યારે ભારત ગયા વર્ષે જ ટેસ્લાની કાર ઈમ્પોર્ટ અને ટેક્સ ઓછુ કરવાના પ્રસ્તાવને ઠુકરાવી ચુક્યું છે. જે લગભગ 100 ટકા સુધી થઈ શકતું હતું. ભારત ઈચ્છે છે કે ટેસ્લા ભારતમાં વેચાણ કરનાર ગાડીઓનું નિર્માણ, ભારતમાં જ કરે. જ્યારે ટેસ્લા ચીનમાં બનેલી ગાડીઓને ભારતમાં આયાત કરી પહેલા ભારતીય બજારને જોવા માંગે છે. 

જોકે આ વખતે ટેસ્લાએ ભારતીય અધિકારીઓની સાથે થયેલી આ ચર્ચામાં ટેક્સ ઓછો કરવાને લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા નથી કરી. ચર્ચા ફક્ત નવી ફેક્ટ્રીને લઈને થઈ પરંતુ ફેક્ટ્રીમાં થતા ઈન્વેસ્ટમેન્ટ અને બજેટને હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું. 

ભારતનો હેતુ 'મેક ઈન ઈન્ડિયા'ને પ્રોત્સાહન આપવાનો
ભારત વિદેશી કંપનીઓને પોતાના મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ દ્વારા ભારતમાં ઉત્પાદનને લઈને પ્રોત્સાહન આપી રહ્યું છે. જેમાં ખાસ કરીને તે કંપનીઓ શામેલ છે. જે પોતાની સપ્લાય ચેનને પ્રોત્સાહન આપવા માટે ચાઈનાથી અલગ એક ઠેકાણું શોધી રહી છે. 

ટેસ્લાના સીનિયર અધિકારી આ અઠવાડિયે ભારતની યાત્રા પર છે. જેથી ઘમા મુદ્દાઓ પર વાત કરવાની સાથે સાથે પાર્ટ્સ માટે હાજર લોકલ સોર્સ પર પણ ચર્ચા થઈ શકે. ટેસ્લાના અધિકારી પીએમઓ અને અન્ય મંત્રાલયોના અધિકારીઓની સાથે વાતચીત કરી રહ્યા છે. 

એલન મસ્કે ભારતમાં લાગતા ટેક્સને જણાવ્યો સૌથી વધારે 
ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની એક વખત ફરી ભારતમાં પોતાની ગાડીઓના વેચાણને લઈને ઉત્સુક છે. જેને ગયા વર્ષે ટેક્સમાં ઘટાડો કરવાને લઈને વાત ન બનવાના કારણે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. કંપનીના સીઈઓ એલન મસ્કે ભારતમાં લાગતા ટેક્સ દુનિયાના અન્ય દેશોના મુકાબલે સૌથી વધારે ગણાવ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ