બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / tesla crashed 73 percent in 14 months due to elon musk priories the twitter

બિઝનેસ / એલન મસ્કના વલણથી Teslaને સૌથી મોટું નુકસાન: એક દિવસમાં ગુમાવ્યાં આટલાં હજાર કરોડ, આઠ મહિનામાં શેરમાં સૌથી મોટો કડાકો

MayurN

Last Updated: 10:04 AM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલન મસ્કના મનસ્વી વલણને કારણે ટ્વિટરમાં કોઈ વૃદ્ધિ જોવા મળી રહી નથી અને તેના કારણે વિશ્વની સૌથી મોટી ઈવી કાર કંપની ટેસ્લાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.

  • એલન મસ્કની કંપની ટેસ્લાના શેરમાં કડાકો 
  • ટેસ્લાનો શેર $109.10 પ્રતિ શેર પર બંધ થયો
  • ટેસ્લાના શેરની $414.50ની ઊંચી સપાટી

એલન મસ્કના મનસ્વી વલણને કારણે ટ્વિટરમાં કોઈ વૃદ્ધિ જોવા મળી રહી નથી અને તેના કારણે વિશ્વની સૌથી મોટી ઈવી કાર કંપની ટેસ્લાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. કારણ કે મંગળવારે ટેસ્લા શેરની કિંમતમાં આઠ મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2022 થી, કંપનીના શેર 50 ટકાથી વધુ ઘટ્યા છે અને નવેમ્બર 2021 માં એટલે કે 14 મહિનામાં, ટેસ્લાના શેર 73 ટકાથી વધુ ઘટ્યા છે. જો નિષ્ણાતોનું માનીએ તો રોકાણકાર એલન મસ્કથી તદ્દન નિરાશ છે . તેમનું માનવું છે કે મસ્ક ટ્વિટરના લીધે ટેસ્લા પર ધ્યાન આપવાનું ભૂલી ગયા છે. જેના કારણે ટેસ્લાના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આઠ મહિનામાં સૌથી મોટો ઘટાડો
મંગળવારે અમેરિકી શેરબજારો ખૂલ્યા ત્યારે ટેસ્લાના શેર ફરી એકવાર તૂટતા દેખાયા. માહિતી અનુસાર, ટેસ્લાના શેરમાં 11 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. નાસ્ડેક પર ટેસ્લાનો શેર 11.41 ટકાના ઘટાડા સાથે $109.10 પ્રતિ શેર પર બંધ થયો. ટેસ્લાના શેરમાં આઠ મહિનામાં એક દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે. જો કે શેર ઈન્ડેક્સ પર $117.50 પર ખૂલ્યો હતો અને ટ્રેડિંગ સેશન દરમિયાન, વિશ્વની સૌથી મોટી EV નિર્માતા કંપનીના શેર પણ $108.76 પ્રતિ શેર સાથે નીચલા સ્તરે પહોંચ્યા હતા.

ઓક્ટોબરથી અત્યાર સુધીમાં કિંમતોમાં 50 ટકાથી વધુનો ઘટાડો
ઓક્ટોબરની શરૂઆતથી કંપનીના શેરની કિંમત અડધાથી વધુ ઘટી છે. ચાલો કેટલાક આંકડાઓ દ્વારા તેને સમજવાનો પ્રયાસ કરીએ. જ્યારે 30 સપ્ટેમ્બરે બજાર બંધ થયું ત્યારે કંપનીનો શેર $265.25 પર હતો. તે જ સમયે,હાલ ટેસ્લાના શેર $ 109 પ્રતિ ડોલર પર આવી ગયા છે. મતલબ કે કંપનીના શેરમાં 59 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હકીકતમાં, રોકાણકારો ચિંતિત છે કે ટ્વિટર હવે મસ્કનો વધુ સમય લઈ રહ્યું છે કારણ કે તે સોશિયલ નેટવર્કના માલિક અને સીઈઓ છે.

મસ્કની જીદ ટેસ્લાને ડુબાડશે ?
ટ્વિટર ચીફ તરીકેનો તેમનો કાર્યકાળ ઘણો અરાજક માનવામાં આવી રહ્યો છે. આનું કારણ સમજાવતા નિષ્ણાતો કહી રહ્યા છે કે તેઓ ઘણી નવી નીતિઓ બનાવે છે અને અમલમાં મૂકે છે અને પછી તેને ઉલટાવી દે છે. તાજેતરમાં, મસ્કએ ટ્વિટર પર એક મતદાન ચલાવ્યું હતું, જેમાં લગભગ 60 ટકા વપરાશકર્તાઓએ મસ્કને ટ્વિટરના સીઈઓ છોડવા માટે કહ્યું હતું. ત્યારથી મસ્કે નવા CEOની શોધ શરૂ કરી છે. નિષ્ણાતો કહે છે કે તેના અનિયમિત વર્તનને કારણે ટેસ્લામાં રોકાણકારોનો વિશ્વાસ ઘટી ગયો છે. 2021થી કંપનીના શેરમાં લગભગ 74 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આંકડાઓ અનુસાર, 4 નવેમ્બરે ટેસ્લાના શેરની કિંમત $414.50ની ઊંચી સપાટીએ હતી.

આ કારણે પણ ઘટાડો થયો છે
રોઈટર્સના અહેવાલ મુજબ, કંપની જાન્યુઆરીમાં તેના શાંઘાઈ પ્લાન્ટમાં ઓછું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહી છે. આ સમાચારે ચીનમાં કોવિડ-19 સંક્રમણની વધતી સંખ્યા વચ્ચે વિશ્વના સૌથી મોટા કાર માર્કેટમાં માંગમાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરી છે. ચાઇનીઝ હરીફ NIO તરફથી કી માર્કેટમાં ડિલિવરી અનુમાન કાપને ટાંકીને, ગ્રેટ હિલ કેપિટલના ચેરમેન થોમસ હેયસે જણાવ્યું હતું કે, “માગ ઓછી રહેવાની ધારણામાં કોઈ પ્રશ્ન નથી. હેયસે એમ પણ કહ્યું હતું કે ઊંચા વ્યાજ દર, ટેક્સ લોસ સેલ અને કેટલાક ફંડ્સ દ્વારા શેર વેચવાને કારણે ટેસ્લાના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

એક દિવસમાં 73 હજાર કરોડ રૂપિયાનું નુકસાન
ટેસ્લાના શેરના ક્રેશને કારણે એલોન મસ્કની નેટવર્થમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર મંગળવારે એલોન મસ્કની નેટવર્થમાં લગભગ 8.80 અબજ ડોલર એટલે કે 73 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જેના કારણે મસ્કની નેટવર્થ $130 બિલિયન સુધી પહોંચી ગઈ છે. જો કે, આ વર્ષે મસ્કની નેટવર્થમાં $140 બિલિયનનો ઘટાડો થયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Twitter crashed heavy loss stock market tesla shares elon musk tesla share
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ