બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વૈવાહિક સભાઓમાં, કેદીઓને તેમની પત્નીઓ સાથે થોડા કલાકો માટે જ મળવા દેવામાં આવે છે. જેના કારણે જેલ અધિકારીઓની નજર હેઠળ કેદીઓની પત્નીઓને ગર્ભવતી બનાવી શકતા નથી. આતંકવાદીઓને આ સુવિધા ન મળવાના કારણે તેઓ વીર્યની દાણચોરી કરે છે. જો કે, ઇઝરાઇલની ઉચ્ચ સુરક્ષા જેલની અંદરથી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ દરેક હિલચાલ પર બાજ નજર હોવાને કારણે સફળતાના પરિણામ ઘટી જાય છે.
આતંકવાદી અને પત્રકારની પ્રેમ કહાની લીધો દાણચોરીનો વળાંક
ADVERTISEMENT
1986 માં પોપ્યુલર ફ્રંટ ઓફ ધ લિબરેશન ઓફ ફિલિસ્તીનના કેટલાક આતંકવાદીઓ દ્વારા ઇઝરાઇલી સૈનિક મોશે તમામનું અપહરણ કરીને તેની હત્યા કરાઈ હતી. તેના જવાબમાં ઇઝરાઇલની ગુપ્તચર એજન્સીઓએ મધ્ય ઈઝરાયેલની ટીરા શહેરના એક ઈઝરાયલી અરબી વાલીદ ડક્કાની ધરપડ કરી હતી અને આતંકવાદમાં સામેલ હોવાને કારણે કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
આતંકવાદીએ જેલમાં લગ્ન કર્યા
ADVERTISEMENT
વાલીદ ડક્કા જેલમાં હતા ત્યારે તે ઇઝરાઇલી અરબી મહિલા પત્રકાર સના સલામાને મળી. સના એ દિવસોમાં પેલેસ્ટિનિયન કેદીઓના જીવન વિશે હતી જેને પરિણામે તે વારંવાર આ આતંકવાદીઓને મળતી હતી અને એવામાં સનાને વાલીદ સાથે પ્રેમ થઈ ગયો. બંનેએ 1999માં લગ્ન કરી લીધા. આ દંપતી પોતાના પ્રેમની નિશાની સ્વરૂપ બાળક ઈચ્છતી હતી પણ આતંકવાદીઓને વૈવાહિક જીવન જીવવાની કે જીવનસાથી સાથે એ રીતે મળવાની પરવાનગી ન હોવાને કારણે તેમની ઈચ્છા ફળે તેમ નહતી અને આ દંપત્તીએ આખરે સ્પર્મની દાણચોરીનો રસ્તો અપનાવ્યો હતો. ,
વીર્યની દાણચોરી કરવાની પદ્ધતિ વિકસિત થઈ
ADVERTISEMENT
ઇઝરાયલી અધિકારીઓને ડર છે કે જો આતંકવાદીઓને વૈવાહિક મીટિંગની મંજૂરી આપવામાં આવે તો તેનો દુરૂપયોગ થઈ શકે છે. તેમનો આક્ષેપ છે કે આવી મુલાકાતોનો ઉપયોગ આતંકીઓ દ્વારા હથિયારો, પૈસા અને ડ્રગ્સની પણ દાણચોરી માટે કરી શકાય છે. આ કારણોસર, આ આતંકવાદીઓએ વીર્યની દાણચોરી કરવાની પદ્ધતિ ઘડી હતી.
આજ સુધીમાં 60 થી વધુ આતંકીઓની પત્નીઓ માતા બની છે
ADVERTISEMENT
2012 માં, માનવામાં આવે છે કે સના વીર્યની દાણચોરી દ્વારા ગર્ભવતી બનનારી પ્રથમ મહિલા છે. ત્યારબાદ, 2018 સુધીમાં, 60 થી વધુ પેલેસ્ટિનિયન આતંકીઓની પત્નીઓએ વીર્યની દાણચોરી દ્વારા તેમના બાળકોને જન્મ આપ્યો છે. આ તમામ મહિલાઓના પતિ આતંકવાદની ઘટનાઓમાં સામેલ હોવાના કારણે વિવિધ ઇઝરાઇલની જેલમાં બંધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.