બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Tensions rise between Russia and Ukraine after drone attack Dmitry Medvedev says have to finish Zelensky

BIG NEWS / 'હવે ઝેલેન્સ્કીની હત્યા સિવાય કોઈ ઓપ્શન નથી', રશિયાએ ખાધી સોગંધ, ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે ડ્રોન ઍટેક?

Megha

Last Updated: 12:49 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાએ યુક્રેન પર આરોપ લગાવ્યો છે કે કિવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના પ્રયાસમાં ક્રેમલિન પર બે ડ્રોનથી હુમલો કર્યો હતો. હવે રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલો કરવાની હાકલ કરી છે.

  • રશિયન સંસદે હુમલો કરવાની હાકલ કરી
  • આતંકવાદી હુમલા પછી ઝેલેન્સકી ખતમ કરવો પડશે 
  • રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી બહાર પડ્યું આ નિવેદન

ક્રેમલિન પર ડ્રોન હુમલા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધુ વધી રહ્યો છે અને હવે રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે તેમની પાસે ઝેલેન્સકીને ખતમ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જણાવી દઈએ કે કિવ પર કરવામાં આવેલી કાર્યવાહી પર મેદવેદેવે કહ્યું, 'આજના આતંકવાદી હુમલા પછી ઝેલેન્સકી અને તેના જૂથને ખતમ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. ઝેલેન્સકીને બિનશરતી આત્મસમર્પણના એક દસ્તાવેજ પર સહી કરવાની પણ જરૂર નથી. 

રશિયન સંસદે હુમલો કરવાની હાકલ કરી
એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે રશિયાએ યુક્રેન પર મોટો આરોપ લગાવતા દાવો કર્યો હતો કે કિવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના પ્રયાસમાં ક્રેમલિન પર બે ડ્રોનથી હુમલો કર્યો હતો. જે બાદ રશિયાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને હુમલા પછી રશિયન સંસદે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના નિવાસસ્થાન પર જવાબી મિસાઈલ હુમલો કરવાની હાકલ કરી છે. 

રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી નિવેદન
આ સાથે જ તમને જણાવી દઈએ કે ક્રેમલિન પર ડ્રોન હુમલા બાદ રશિયાએ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે અને રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યારે પણ અને જ્યાં પણ રશિયાને હુમલો કરવાની તક મળશે, તે હિસાબ બરાબર કરશે." રશિયાનું કહેવું છે કે તે આતંકવાદનું સુનિયોજિત કાવતરું હતું જેનો હેતુ પુતિનની હત્યા કરવાનો હતો.

રશિયાએ ગણાવ્યો આતંકવાદી હુમલો
ક્રેમલિને ડ્રોન હુમલાને આતંકવાદી હુમલો ગણાવતા કહ્યું, "આ એક સંપૂર્ણ આતંકવાદી કૃત્ય છે જેનો ઉદ્દેશ્ય રશિયન રાષ્ટ્રપતિની હત્યા કરવાનો પ્રયાસ છે. આ વિજય દિવસ અને 9 મેની પરેડની બરાબર પહેલા થયું હતું એ વાત જાણીતી છે કે પુતિન પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પુતિનને આમાં કોઈ નુકસાન થયું નથી. હવે અમને બદલો લેવાનો અધિકાર છે. ડ્રોન હુમલા છતાં 9 મેના રોજ યોજાનારી વિજય દિવસની પરેડ સમયસર યોજાશે. "

યુક્રેન હુમલાનો ઇનકાર કર્યો 
મહત્વનું છે કે પુતિનની હત્યાનું ષડયંત્ર રચવાના રશિયાના આરોપો પર યુક્રેનનું કહેવું છે કે તેમની પાસે આ અંગે કોઈ માહિતી નથી. યુક્રેને આ હુમલામાં તેનો કોઈ રોલ હોવાનો ઈન્કાર કર્યો છે. ઝેલેન્સકીના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે અમારી પાસે ક્રેમલિન પરના આ કથિત રાત્રિ હુમલા વિશે કોઈ માહિતી નથી પણ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વારંવાર કહ્યું છે કે યુક્રેન તેના પ્રદેશની રક્ષા કરવા માટે તૈયાર છે અને અન્ય પર હુમલો કરતું નથી.

રશિયાના ડ્રોન હુમલા પર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે હુમલો મેં કરાવ્યો નથી, અમારી પાસે મોસ્કો સુધી પહોંચવા માટે હથિયાર નથી.રશિયાના આરોપોને નકારી કાઢતા ઝેલેન્સકીએ કહ્યું કે પુતિન જે રીતે હવે બદલો લેવાના સંકેતો દેખાડે છે હવે યુક્રેનને તેના વિશે સંપૂર્ણ સતર્ક રહેવું જોઈશે કારણ કે યુક્રેન જે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધની ભયાનકતાનો સામનો કરી રહ્યું છે, તે બરબાદ થઈ ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ