બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Video: શું તમારા પણ મોબાઈલનું ડાયલર ચેન્જ થઈ ગયું? આ રીતે કરો પહેલા જેવું

ટેકનોલોજી / Video: શું તમારા પણ મોબાઈલનું ડાયલર ચેન્જ થઈ ગયું? આ રીતે કરો પહેલા જેવું

Vidhata Gothi

Last Updated: 02:37 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Phone Update: હાલમાં મોટાભાગના લોકોના ફોનમાં ડાયલર અપડેટ થઈને બદલાઈ ગયું હશે અને મોટાભાગના લોકો આ અપડેટથી પરેશાન છે. ત્યારે ચાલો જાણીએ કે કઈ રીતે જૂનું ડાયલર તરત જ પાછું આવી જશે.

Google Phone Update: Google હાલમાં જ તેના Google Phone એપમાં એક નવી અપડેટ રોલઆઉટ કરી. આ અપડેટ પછી, લાખો એન્ડ્રોઇડ યુઝર્સના ફોનમાં કોલ સ્ક્રીનની ડિઝાઇન બદલાઈ ગઈ. ઘણા યુઝર્સને આ નવું ઇન્ટરફેસ પસંદ આવી રહ્યું છે, જયારે કેટલાક યુઝર્સને આ પસંદ નથી આવી રહ્યું અને સોશિયલ મીડિયા પર તેના વિશે ફરિયાદ કરી રહ્યા છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમને ડાયલરનો જૂનો લુક વધુ પસંદ છે, તો ચિંતા ન કરશો. એક સિમ્પલ સેટિંગ કરીને જૂની ડિઝાઇન પાછી આવી જશે. ચાલો જાણીએ.

કોલ સ્ક્રીનની ડિઝાઇન

ગુગલે તાજેતરમાં Android 16 સાથે Material 3 Expressive Redesign રજૂ કરી છે. આ અપડેટને કારણે, ડાયલરનો નવો લૂક એક્ટિવ થઈ ગયો. આ બદલાવ સર્વર-સાઇડ અપડેટ દ્વારા થયો છે, એટલે કે, આ માટે કોઈ મોટી અપડેટ ડાઉનલોડ કરવાની જરૂર ન પડી. ઘણા યુઝર્સના ફોન પર ફોનનો કોલ ઇન્ટરફેસ કોઈપણ નોટિફિકેશન વિના જ બદલાયેલો જોવા મળ્યો, જેનાથી તેઓ પરેશાન થઈ થયા.

કેવી રીતે પાછી લાવવી જૂની કોલ સ્ક્રીન?

જો કોલ સ્ક્રીનની નવી ડિઝાઇન પસંદ ન હોય, તો અહીં જણાવેલા સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી જૂનું ઇન્ટરફેસ પાછું અવી જશે. આ માટે વધારે કંઈ કરવાની જરૂર નહીં. ફોનના Settingsમાં જાઓ અને apps અથવા See all apps ઓપ્શન સિલેક્ટ કરો. આ પછી, લિસ્ટમાંથી Phone/Dialer એપના ઓપ્શન પર ક્લિક કરો.

Vtv App Promotion 1

ઉપર જમણી બાજુએ દેખાતા ત્રણ ડોટ મેનૂ પર ક્લિક કરો. અહીં Uninstall updatesનું ઓપ્શન બતાવશે, તેના પર ક્લિક કરો. આટલું કર્યા પછી, ફોન Google Phone એપ્લિકેશનના ફેક્ટરી વર્ઝન પર સેટ થઈ જશે. જે પછી જૂની કોલ સ્ક્રીન ફરીથી દેખાવા લાગશે.

આ પણ વાંચો: ભારતમાં જ બનશે iPhone 17ના તમામ મોડેલ! શું અમેરિકા કરતા સસ્તામાં મળશે?

આ વાતો ધ્યાનમાં રાખજો

આ પ્રોસેસથી કોલ હિસ્ટ્રી અથવા કેટલીક કસ્ટમ સેટિંગ્સ ડિલીટ થઈ શકે છે. એટલે સૌથી પહેલા બેકઅપ લઈ લો. ફરીથી નવો લૂક અપડેટ ન થાય એ માટે Google Play Storeમાં જઈને Auto-Updateને Disable કરી નાખો. જ્યારે પણ કંઈક નવું અપડેટ કરવું હોય, ત્યારે સમય-સમય પર ગૂગલ પ્લે સ્ટોર પર જઈને અપડેટ કરતા રહો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Phone/Dialer screen Google Phone Update Call Screen
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ