બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Google લાવ્યું નવા પાવરફુલ AI ટૂલ્સ, ટેક્સ્ટમાંથી બનાવી શકાશે ફોટો અને વીડિયો, જાણો ખાસિયતો
Last Updated: 10:50 AM, 21 May 2025
Google I/O 2025 દરમિયાન, કંપનીએ નવી ઇમેજ અને નવા વીડિયો જનરેટરને રજૂ કર્યું છે, જેનું નામ Imagen 4 અને Veo 3 છે. આ અંગે, કંપનીનો દાવો છે કે તે ખૂબ જ વાસ્તવિક ફોટો અને વીડિયો જનરેટ કરવામાં મદદ કરશે. અન્ય AI ફોટો અને વીડિયો જનરેટરની સરખામણીમાં આમાં વધુ વિગતો જોવા મળશે.
ADVERTISEMENT
Google I/O 2025 દરમિયાન Flow પણ રજૂ કર્યું છે, જે એક AI-powered Video Tool છે. આ ટૂલ ખાસ કરીને ફિલ્મ મેકર અને ક્રિએટિવ પ્રોફેશનલ્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે. Imagen 4 અને Veo 3 સાથે ફોટો અને વીડિયો જનરેટ કરવા માટે, યુઝર્સે ટેક્સ્ટ અને ઈમેજ પ્રોમ્પ્ટ આપવા પડશે. Veo 3 ની મદદથી, ફક્ત વીડિયો જ નહીં પણ આપમેળે જનરેટ થયેલ ઑડિઓ પણ શામેલ થઈ જશે.
Say goodbye to the silent era of video generation: Introducing Veo 3 — with native audio generation. 🗣️
— Google (@Google) May 20, 2025
Quality is up from Veo 2, and now you can add dialogue between characters, sound effects and background noise.
Veo 3 is available now in the @GeminiApp for Google AI Ultra… pic.twitter.com/7rcXeBslyU
ADVERTISEMENT
વીઓ 3 વીડિયો જનરેશન મોડેલનું લેટેસ્ટ વર્ઝન
ગૂગલે કહ્યું કે Veo 3 એ વીડિયો જનરેશન મોડેલનું લેટેસ્ટ વર્ઝન છે. તે ટેક્સ્ટ અને ઇમેજ પ્રોમ્પ્ટની મદદથી શોર્ટ વીડિયો ક્લિપ્સ બનાવી શકે છે. કંપનીનો દાવો છે કે Veo 3 મોડેલ હેઠળ બનાવેલા વીડિયો વધુ વાસ્તવિક છે અને તેમાં ગતિ પણ સારી છે.
ADVERTISEMENT
અમેરિકાથી થશે શરૂઆત
Google I/O 2025 માં જણાવવામાં આવ્યું કે Veo 3 હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. તે હાલમાં અમેરિકામાં Gemini app અને Flow દ્વારા ઉપયોગ કરી શકાશે, જેના માટે યુઝર્સ પાસે Google AI Ultra plan નું સબ્સ્ક્રિપ્શન હોવું જોઈએ.
ADVERTISEMENT
Veo 2ને કર્યું અપડેટ
ગૂગલે તેના જૂના વીડિયો પ્લેટફોર્મ Veo 2 માટે પણ એક અપડેટ રજૂ કરી છે. આમાં રેફરન્સ ઇનપુટ્સ, કેમેરા કંટ્રોલ્સ, આઉટપેઇન્ટિંગ અને ઓબ્જેક્ટ એડ એન્ડ રિમૂવના ઓપ્શન જોવા મળશે.
ADVERTISEMENT

Imagen 4 થી તૈયાર થશે 2K ફોટો
ADVERTISEMENT
ગૂગલે AI ઇમેજ જનરેટર મોડેલ Imagen 4 પણ રજૂ કર્યું છે, આ મોડેલ 2K રિઝોલ્યુશનવાળી ઈમેજ જનરેટ કરી શકે છે. આ ફોટોમાં વધુ સારી ડિટેલ મળશે, જેમ કે ફેબ્રિકની રચના, રીફ્લેક્શન વગેરે દેખાશે. આ મોડેલ ફોટોરિયાલિસ્ટિક અને ઇલસ્ટ્રેશન પ્રોમ્પ્ટ સહિત વિવિધ સ્ટાઈલની ઈમેજ તૈયાર કરી શકશે.
આ પણ વાંચો: મફત ઈન્ટરનેટ મોંઘુ પડશે! પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરતી વખતે ન કરો આ ભૂલ, નહીં તો ખાતુ ખાલીખમ
AI માં લખી શકશો ટેક્સ્ટ, બનાવી શકશો પોસ્ટર
Imagen 4 ની અન્ય ખાસ વિશેષતાઓ વિશે વાત કરીએ તો, ઈમેજની અંદર ટેક્સ્ટ પણ લખી શકાશે, જે સચોટ સ્પેલિંગ સાથે દેખાશે. એવામાં યુઝર્સ Imagen 4 નો ઉપયોગ કરીને સરળતાથી પોતાના માટે પોસ્ટર વગેરે બનાવી શકશે. ગૂગલ હવે Imagen 4 ને Gemini, Vertex Ai, Whisk અને Workspace સાથે ઇન્ટીગ્રેશન કરવા જઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.