બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ના તો મેસેજ આવે છે, ના તો જાય છે! WhatsApp યુઝર્સ મૂકાયા મુશ્કેલીમાં
Last Updated: 11:57 AM, 27 March 2026
WhatsApp Problem : તાજેતરમાં લોકપ્રિય મેસેજિંગ એપ WhatsAppના ઘણા વપરાશકર્તાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક યુઝર્સે ફરિયાદ કરી છે કે, મેસેજ મોકલવામાં અને મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે, જ્યારે કેટલાકે એપ અચાનક હેંગ થઈ જવાની સમસ્યા જણાવી છે.
ADVERTISEMENT
આ મુદ્દો ખાસ કરીને સોશિયલ પ્લેટફોર્મ Reddit પર ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં ઘણા વપરાશકર્તાઓએ પોતાના અનુભવ શેર કર્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે, મેસેજ મોકલ્યા પછી અથવા પ્રાપ્ત થયા પછી એપ થોડી સેકન્ડ માટે અટકી જાય છે, જેનાથી ઉપયોગમાં અડચણ આવે છે. જોકે, આ સમસ્યા બધા યુઝર્સમાં જોવા મળી રહી નથી. કેટલાક લોકો માટે એપ સામાન્ય રીતે કામ કરી રહી છે. એટલે કે આ કોઈ વૈશ્વિક આઉટેજ હોવાનું કહી શકાય તેમ નથી.
વૈશ્વિક સ્તરે સર્વિસ આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ Downdetector પર પણ હાલ કોઈ મોટા સ્તરની ખામી નોંધાઈ નથી. આથી સ્પષ્ટ થાય છે કે સમસ્યા દરેક જગ્યાએ નથી, પરંતુ કેટલાક યુઝર્સ સુધી મર્યાદિત હોઈ શકે છે. હાલ સુધી WhatsApp તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ કંપનીના FAQ અનુસાર, મેસેજ ન જવાની સમસ્યા માટે ઘણા સામાન્ય કારણો જવાબદાર હોઈ શકે છે, જેમ કે નબળું ઇન્ટરનેટ કનેક્શન, સામેના વ્યક્તિનો ફોન બંધ હોવો અથવા નેટવર્ક કવરેજ બહાર હોવું.
ADVERTISEMENT

જો તમને આવી સમસ્યા આવી રહી હોય, તો કેટલીક સરળ રીતો મદદરૂપ બની શકે છે:
ADVERTISEMENT
આ પણ વાંચો : દર મહિનાથી કપાઇ રહ્યા છે પૈસા ? આ છે UPI AutoPay બંધ કરવાની સરળ પદ્ધતિ
ADVERTISEMENT
WhatsApp સમયાંતરે નવા અપડેટ્સ લાવતું રહે છે, જેથી બગ્સ દૂર થાય અને યુઝર અનુભવ સુધરે. તેથી એપને અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે. હાલની સમસ્યા કોઈ મોટી ખામી કરતાં ટેક્નિકલ અથવા વ્યક્તિગત ડિવાઇસ સંબંધિત હોઈ શકે છે. યુઝર્સે ગભરાવાની જરૂર નથી, પરંતુ સામાન્ય ચકાસણી કરીને સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.